પ્રિયંકા ચોપરાએ મા બન્યા બાદ લીધો મોટો નિર્ણય, Jee Le Zaraa ફિલ્મ કરવાની ના પાડી દીધી!
પ્રિયંકા ચોપરાએ મા બન્યા બાદ લીધો મોટો નિર્ણય, Jee Le Zaraa ફિલ્મ કરવાની ના પાડી દીધી!
પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ
પ્રિયંકા અને નિકનું બાળક પ્રિમેચ્યોર બેબી (Priyanka Nick Baby) છે. તેમના બાળકનો જન્મ દક્ષિણ કેલિફોર્નિયાની હોસ્પિટલમાં ડિલિવરીની તારીખના 12 અઠવાડિયા પહેલા જ થઈ ગયો છે. આ દરમિયાન, અહેવાલો અનુસાર, પ્રિયંકા (Priyanka Chopra) ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની 'જી લે ઝરા' (Jee Le Zaraa) માંથી બહાર નીકળી શકે છે
મુંબઈ: ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને તેના પોપ સ્ટાર પતિ નિક જોનાસ (Nick Jonas) તાજેતરમાં સરોગસી દ્વારા તેમના પ્રથમ બાળકના માતા-પિતા બન્યા છે. 39 વર્ષીય પ્રિયંકા અને 29 વર્ષીય નિકે 22 જાન્યુઆરીની મધ્યરાત્રિએ તેમના સંબંધિત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા ફેન્સ સાથે આ સારા સમાચાર શેર કર્યા. પરંતુ આ પોસ્ટમાં પ્રિયંકા અને નિકે તેમના બાળક (Priyanka Nick Baby) નું જેન્ડર જાહેર કર્યું નથી. પરંતુ, ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંનેએ આ દુનિયામાં એક બાળકીનું સ્વાગત કર્યું છે. આ દુનિયામાં તેના પ્રથમ બાળકના આગમન બાદ હવે એવું લાગી રહ્યું છે કે, પ્રિયંકા પોતાનો બધો સમય નાના મહેમાનને આપવા માંગે છે.
પ્રિયંકાએ ફિલ્મ 'જી લે ઝારા' (Jee Le Zaraa) નો ભાગ બનવાનો ઇનકાર કરી દીધો
તેથી જ તેણે બોલિવૂડમાં પરત ફરવાનું ટાળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા ચોપરાએ 100 કરોડના ખર્ચે બની રહેલી ફિલ્મ 'જી લે ઝારા' (Jee Le Zaraa) નો ભાગ બનવાનો ઇનકાર કરી દીધો છે. તેણે ફિલ્મના નિર્માતા રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર સાથે વાત કરી છે અને ફિલ્મ માટે અન્ય અભિનેત્રીને સાઈન કરવાનું સૂચન કર્યું છે.
પ્રિયંકા અને નિકનું બાળક પ્રિમેચ્યોર બેબી છે
વાસ્તવમાં પ્રિયંકા અને નિકનું બાળક પ્રિમેચ્યોર બેબી છે. તેમના બાળકનો જન્મ દક્ષિણ કેલિફોર્નિયાની હોસ્પિટલમાં ડિલિવરીની તારીખના 12 અઠવાડિયા પહેલા જ થઈ ગયો છે. આ દરમિયાન, અહેવાલો અનુસાર, પ્રિયંકા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની 'જી લે ઝરા'માંથી બહાર નીકળી શકે છે. જેમાં તેની સાથે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ પણ લીડ રોલમાં છે.
બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ પ્રિયંકા હાલ તેની બાળકી સાથે રહેવા માંગે છે, તેથી જ તેણે આ નિર્ણય લીધો છે. પ્રિયંકા હાલમાં પોતાનો બધો સમય અને શક્તિ તેની બાળકીને આપવા માંગે છે. 'જી લે ઝરા'ના નિર્માતાઓ પણ માતા બન્યા બાદ થોડા ચિંતિત હોવાનું કહેવાય છે. અહેવાલ એ પણ સૂચવે છે કે, નિર્માતા, ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની અન્ય વિકલ્પો શોધી રહ્યા છે જે ફિલ્મમાં પ્રિયંકાને જગ્યા લઈ શકે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર