શું પ્રિયંકા ચોપરા પ્રેગનેન્ટ છે? જુઓ આ વાત પર નિક જોનાસનું રિએક્શન

અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) જોનાસે તેના ફેમિલી શો જોનાસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ (Jonas Brothers Family Roast)માં ભાગ લીધો હતો.

પ્રિયંકા ચોપરાએ ખૂબ જ બોલ્ડ અને બ્યુટીફૂલ સ્પીચ આપી હતી. આ શો નેટફ્લિક્સ પર ખૂબ સ્ટ્રીમ થઈ રહ્યો છે. જેમાં જોન લિજેન્ડ અને લિલી સહિત અનેક નામ શામેલ છે

  • Share this:
અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) જોનાસે તેના ફેમિલી શો જોનાસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ (Jonas Brothers Family Roast)માં ભાગ લીધો હતો. જેમાં પ્રિયંકા ચોપરાએ ખૂબ જ બોલ્ડ અને બ્યુટીફૂલ સ્પીચ આપી હતી. આ શો નેટફ્લિક્સ પર ખૂબ સ્ટ્રીમ થઈ રહ્યો છે. જેમાં જોન લિજેન્ડ અને લિલી સહિત અનેક નામ શામેલ છે. આ શો માં પ્રિયંકા ચોપરાએ એક મજાક કરી હતી, જેથી નિક જોનાસ (Nick Jonas) થોડો સ્ટ્રેસમાં જોવા મળ્યો હતો.

પ્રિયંકાએ ખૂબ જ અલગ અંદાજથી જાહેર કર્યું હતું કે, ‘અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ’, જેનાથી નિક થોડો અચંબામાં જણાઈ રહ્યો હતો. પ્રિયંકા ચોપરાએ આ જાહેરાત કરીને નિકને ટ્રોલ કરવાની કોશિશ કરી હતી. તેણે જણાવ્યું કે, નિકના પરિવારમાં અમે જ એક એવું કપલ છીએ જેમને બાળક નથી અને એક બાળકને વેલકમ કરવા જઈ રહ્યા છીએ. નિક આ સાંભળીને ઊભો થઈ ગયો હતો અને તેણે હસતા હસતા જણાવ્યું કે, તે માત્ર નિકનું રિએક્શન જોવા માંગતી હતી. જુઓ પ્રિયંકા નિકને રોસ્ટ કરે છે, તેની એક ઝલક.

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ તેમના એજ ગેપ અંગે પણ જણાવ્યું હતું અને વર્ષ 2018 માં તેમના લગ્ન દરમિયાન તેમની મજાક ઊડાવવામાં આવી હતી. પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે, ‘નિક અને મારી વચ્ચે 10 વર્ષનો ગેપ છે અને 90 ના દાયકાના અનેક પોપ કલ્ચર રેફરન્સ છે, જે નિક સમજતો નથી અને મારે તેને સમજાવું પડે છે અને જે એકદમ બરાબર છે. અમે બંને એકબીજાને અનેક બાબતો શીખવાડીએ છીએ. તેણે મને ટીકટોક ચલાવતા શીખવ્યું અને મેં તેને શીખવ્યું કે, એક સફળ એક્ટીંગ કરિઅર કેવું હોય છે.’
View this post on Instagram


A post shared by Priyanka (@priyankachopra)


પ્રિયંકા ચોપરાએ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ બાયો પરથી પોતાની સરનેમ જોનસ દૂર કરી દીધી હતી. આ જોઈને તેઓ અલગ થઈ જશે, તેવી અફવાઓ ફેલાઈ રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે, નેટફ્લિક્સ શો ને પ્રમોટ કરવા માટે આ પ્રકારે કરવામાં આવ્યું હતું અને આ શો માં જોનાસ બ્રધર્સને પહેલા આ રીતે ક્યારેય રોસ્ટ કરવામાં નહીં આવ્યા હોય.
First published: