અમેરિકાના મેડમ તુસાદ મ્યુઝિયમમાં પ્રિયંકા ચોપડાનું પૂતળું મૂકાયું

મેડમ તુસાદ મ્યુઝિયમમાં પ્રિયંકા ચોપડાનું પૂતળું મૂકાયું

આ મ્યુઝિયમમાં માત્ર અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનને જ સ્થાન મળ્યું હતું. હવે પ્રિયંકા ચોપડા પણ આ લિસ્ટમાં સામેલ થઇ છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: પ્રિયંકા ચોપડાને લોકો હોલિવૂડ સીરિયલ 'ક્વાન્ટિકો' માટે ઓળખતા હતા, પરંતુ નિક જોનસ સાથે લગ્ન બાદ તે એક ગ્લોબલ સેલિબ્રિટી બની ગઇ છે. હવે તેનું પૂતળું મેડમ તુસાદમાં મૂકાયું છે. અમેરિકામાં આ મ્યુઝિયમમાં માત્ર અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનને જ સ્થાન મળ્યું હતું. હવે પ્રિયંકા ચોપડા પણ આ લિસ્ટમાં સામેલ થઇ છે.

  આ અંગે પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, હવે મેડમ તુસાદના ઓરિઝનલ લંડન મ્યુઝિયમ, સિગાપોર અને બેંગકોકમાં પણ તેનું પૂતળું લાગશે.

  મોડમ તુસાદે પ્રિયંકાના પૂતળાની જાહેરાત કરતાં લખ્યું, અમેરિકામાં તેના પૂતળાને હોલિવૂડના A lister સેક્શનમાં રાખવામાં આવ્યું છે. મડેમ તુસાદે તેને ક્વોન્ટિકોની સ્ટારની સાથે નિક જોનસની પત્ની તરીકે ઇન્ટ્રોડ્યુસ કરી છે.

  પ્રિયંકાની બાયોગ્રાફીમાં તે UNICEFની ગ્લોબલ એમ્બેસેડર હોવાની સાથે-સાથે તેના ફાઉન્ડેશન The Priyanka Chopra Foundationનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચેરિટી સંસ્થા દ્વારા પ્રિયંકા બાળકીઓની શિક્ષા અને સ્વાસ્થ્ય માટે પણ કામ કરે છે.


  આ પણ વાંચો: HOT 'ડાયન' મોનાલિસાએ ફરી શેર કરી બોલ્ડ તસવીરો

  પ્રિયંકા અને નિકના 5 દિવસ ચાલેલા લગ્ન અને 75 ફુટ લાંબા ગાઉનનો પણ ઉલ્લેખ છે. પ્રિયંકા ચોપડા અનુસાર આગામી સમયમાં તે અન્ય ચાર જગ્યાઓએ પણ જોવા મળશે.
  Published by:Azhar Patangwala
  First published: