પ્રિયંકા ચોપરાએ UKમાં લોકડાઉનનો નિયમ તોડી સલૂન ગઇ,થઇ ટ્વિટર પર ટ્રોલ

પ્રિયંકા ચોપરાએ UKમાં લોકડાઉનનો નિયમ તોડી સલૂન ગઇ,થઇ ટ્વિટર પર ટ્રોલ
પ્રિયંકા ચોપરાએ ભંગ કર્યો UKનાં લોકડાઉનનો નિયમ

પ્રિયંકા ચોપરા પર આરોપ છે કે, તે યૂકેનાં લોકડાઉનનાં નિયમો (UK Lockdown Rules) તોડ્યાં છે. બુધવાર (6 જાન્યુઆરી) નાં તે સલૂન ગઇ હતી. જ્યાં તે તેની માતા ડો. મધુ ચોપરા (Dr Madhu Chopra) અને તેનાં ડોગી ડાયના (Diana) સાથે ગઇ હતી.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ અને હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલમાં તેનાં પતિ નિક જોનાસ (Nick Jonas)ની સાથે લંડન (London)માં કોરોના લોકડાઉન (Corona Lockdown)ને કારણે ફસાયેલી છે. પ્રિયંકા ચોપરા પર આરોપ છે કે, તે યૂકેનાં લોકડાઉનનાં નિયમો (UK Lockdown Rules) તોડ્યાં છે. બુધવાર (6 જાન્યુઆરી) નાં તે સલૂન ગઇ હતી. જ્યાં તે તેની માતા ડો. મધુ ચોપરા (Dr Madhu Chopra) અને તેનાં ડોગી ડાયના (Diana) સાથે ગઇ હતી.

  રિપોર્ટની માનીયે તો, પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) બુધવારે 6 જાન્યુઆરીનાં સાંજે આશરે 4.55 વાગ્યે સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ જોશ વુડ 'જોશ વુડનાં સ્ટાઇલિશ સલૂન'માં ગઇ હતી. જ્યાં સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ જોશ વૂડ પણ હાજર હતાં. આ વાતની માહિતી પોલીસને થઇ તો તે સલૂન પહોંચી અને પ્રિયંકા અને જોશ વૂડને રિમાઇન્ડર આપ્યું છે. તેમનાં પર નિયમ ઉલ્લંઘન પર કોઇ પ્રાકરનો દંડ લગાવવામાં આવ્યો નથી.  આપને જણાવી દઇએ ખે, હાલમાં ઈંગ્લેન્ડમાં કોરોનાનો નવો સ્ટ્રેન વધુ ઘાતક હોવાથી અહીંયા 15 ફેબ્રુઆરી સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉન હેઠળ સલૂન તથા સ્પા સહિત પર્સનલ કેર સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે પ્રિયંકા ચોપરાએ નિયમનો ભંગ કર્યો હતો. તે તેની માતા મધુ ચોપરા સાથે સલૂનમાં જોવા મળી હતી. અને સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ જોશ વુડનું સલૂન પણ ખુલ્લુ હતું.  પોલીસે સલૂનના માલિકને મૌખિક રીતે કોવિડ 19ના નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી. પોલીસે સલૂનમાં હાજર કોઈને પણ દંડ ફટકાર્યો નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે લંડનમાં રહે છે. તે લંડનમાં ફિલ્મ 'ટેક્સ્ટ ફોર યુ'ના શૂટિંગ માટે આવી હતી. પોલીસને જ્યારે સલૂન ખુલ્લું હોવાની જાણ થઈ ત્યારે તે આવી હતી અને સૂલનમાં રહેલાં વ્યક્તિઓ સાથે વાત કરી હતી. ત્યારબાદ પ્રિયંકા ચોપરા બહાર નીકળી ગઈ હતી. સલૂનમાં સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ જોશ વૂડ પણ હતો. પોલીસે તેને પણ ધમકાવ્યો હતો પરંતુ દંડ કર્યો નહોતો.

  પ્રિયંકા ચોપરાના સ્પોકપર્સને ચોખવટે કરતાં કહ્યું હતું, 'સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. પ્રિયંકા ચોપરા પોતાની ફિલ્મના શૂટિંગ માટે હેર કલર કરાવવા આવી હતી. જોશ વૂડ તેને હેર કલરી કરી આપવાનો હતો. સલૂન માત્રને માત્ર પ્રોડક્શન હાઉસ માટે ખોલવામાં આવ્યું હતું. તમામના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને સરકારી નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું હતું. સરકારી સલાહ પ્રમાણે, કોવિડ 19ની ગાઈડલાઈન સાથે ફિલ્મ તથા ટીવી પ્રોડક્શન ચાલુ રાખી શકાય છે. પોલીસને જરૂરી દસ્તાવેજો પણ બતાવવામાં આવ્યા હતા.'
  Published by:Margi Pandya
  First published:January 08, 2021, 12:52 pm

  ટૉપ ન્યૂઝ