પ્રિયંકા ચોપડાએ કંઇક આમ મનાવ્યો 'જેઠાણી'નો બર્થ-ડે, Video Viral

પ્રિયંકા ચોપડાએ તેની થનારી જેઠાણી સોફી ટર્નરનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો

હાલમાં જ પ્રિયંકા ચોપડાએ તેની થનારી જેઠાણી એટલે કે સોફી ટર્નરનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: હાલમાં જ પ્રિયંકા ચોપડાએ તેની થનારી જેઠાણી એટલે કે સોફી ટર્નરનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો. તેણે સોશિયલ મીડિયામાં એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં જોએ જોનસ સોફીને કિસ કરી રહ્યો હતો. સાથે પ્રિયંકાએ એક પોસ્ટ કરી સોફીને બર્થ-ડે વિશ કર્યું હતું. સોફીના 23માં બર્થ-ડે પર પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પણ પહોંચ્યા હતા. આ દરમિયાન પાર્ટીની કેટલીક તસવીરો અને વીડિયોઝ સામે આવ્યા છે.

  પ્રિયંકાએ સોફીને એક વિશ કરતો મેસેજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં લખ્યું, હું જેમને ઓળખું છું એમાંથી આ સૌથી સુંદર અને ફન લોકો છે. હેપ્પી બર્થ-ડે સોફી ટર્નર, તને દુલ્હનના રૂપમાં જોવા માટે રાહ જોઇ રહી છું. તું ખૂબ જ સુંદર લાગીશ. ઉલ્લેખનીય છે કે, ઓએ જોનસ અને સોફી ટર્નરના લગ્ન આ વર્ષે થશે. બન્ને ઘણા સમયથી એક-બીજાને ડેટ કરે છે.


  આ પણ વાંચો: રણવીર સિંહનો ધમાકો, 8 દિવસમાં જ 'ગલી બોય'ની સેન્ચુરી


  સોફીની બર્થડે પાર્ટીમાં પ્રિયંકા અને જોનસ બ્રધર્સે મસ્તીભર્યા મૂડમાં જોવા મળ્યા. આ પાર્ટીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. જેમાંથી એક વીડિયોમાં પ્રિયંકા પતિ નિક સાથે ડાન્સ કરતી નજરે પડે છે.

  ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા અને સોફી ખૂબ જ નિકટ છે. ઘણીવાર બન્ને એક સાથે ફરતાં અને મસ્તી કરતાં પણ જોવા મળે છે. પ્રિયંકાના લગ્નના દરેક ફંક્શનમાં સોફી સામેલ થઇ હતી. પ્રિયંકા-નિકના લગ્ન ડિસેમ્બર, 2018માં જોધપુરમાં થયા હતા.
  Published by:Azhar Patangwala
  First published: