મુંબઈ: પ્રસિદ્ધ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બ્રિટનના વાર્ષિક એવોર્ડ ફંકશનમાં સૌથી સેક્સી મહિલાનો ખિતાબ જીત્યો.
લંડનના સાપ્તાહિક સમાચારપત્ર 'ઇસ્ટર્ન આઈ' તરફથી કરવામાં આવેલા '50 સેક્સિએસ્ટ એશિયન વુમન' પ્રતિયોગીતામાં ક્વાંટિકો અભિનેત્રી પ્રિયંકા ચોપડા ટોપ પર રહી.પ્રિયંકાએ રેકોર્ડ બનાવતા પાંચમી વખત આ ખિતાબ જીતી છે. દીપિકા પાદુકોણને આ ખિતાબ વર્ષ 2016માં મળ્યો હતો.
પ્રિયંકાને ઓનલાઈન પ્રતિયોગીતામાં જે લોકોએ વોટ કર્યો તે તમામ લોકોનો આભાર માનતા કહ્યું કે હું આ ખિતાબની ક્રેડિટ ન લઈ શકું, આ ખિતાબનું ક્રેટિડ મારા જીનેટિક્સ અને તમારી નજરને જાય છે. તેમણે કહ્યું હું તમામ લોકોની આભારી છું.
'ઇસ્ટર્ન આઈ'ના એન્ટરટેનમેન્ટ એડિટર અને '50 સેક્સિએસ્ટ એશિયન વુમન'ના સંસ્થાપક અસજાદ નજીરએ પ્રયંકાને 'સુંદર, બુદ્ધિશાળી, બહાદુર અને સારા દિલ'વાળી મહિલાનું મિશ્રણ બતાવી છે.
ભારતની નાના પરદાની સ્ટાર નિયા શર્મા બીજા નંબર પર રહી. નિયાએ કહ્યું કે હવે હું પ્રિયંકા જેટલી ઉંચાઈ સુધી પહોંચવાની હિંમ્મત રાખું છું.આ યાદીમાં દીપિકા પાદુકોણ ત્રીજા સ્થાન પર, આલિયા ભટ્ટ ચોથા સ્થાન પર પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન પાંચમા સ્થાન પર રહી. તો આ યાદીમાં કૈટરીના કૈફ સાતમા સ્થાન પર અને શ્રદ્ધા કપૂર આઠમા સ્થાન પર રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Priyanka chopra