Home /News /entertainment /

બીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે નિક-પ્રિયંકા? 6 મહિના પહેલા બન્યા છે પેરેન્ટ્સ

બીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે નિક-પ્રિયંકા? 6 મહિના પહેલા બન્યા છે પેરેન્ટ્સ

બીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે પ્રિયંકા ચોપરા- નિક જોનસ

આ વર્ષે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ સરોગસી દ્વારા એક બેબી ગર્લના પેરેન્ટ્સ બન્યા છે. પ્રિયંકા અને નિકની આ બેબીનું નામ માલતી મેરી ચોપરા જોનસ છે. કપલ અવારનવાર મેરીની ઝલક બતાવતા રહે છે, પરંતુ હજી સુધી તેનો ચહેરો નથી બતાવ્યો. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કપલ બીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યું છે.

વધુ જુઓ ...
    આ વર્ષે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ સરોગસી દ્વારા એક બેબી ગર્લના પેરેન્ટ્સ બન્યા છે. પ્રિયંકા અને નિકની આ બેબીનું નામ માલતી મેરી ચોપરા જોનસ છે. કપલ અવારનવાર મેરીની ઝલક બતાવતા રહે છે, પરંતુ હજી સુધી તેનો ચહેરો નથી બતાવ્યો. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કપલ બીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યું છે. પ્રિયંકા અને નિક બંને પોતાની લાઈફમાં સિબલિંગ્સનું મહત્ત્વ સમજે છે, તેથી તેઓ ઈચ્છે છે કે તેમની દીકરી માલતી મેરીને પણ ભાઈ-બહેનની કમી ક્યારેય મહેસૂસ ન થાય.

    માલતીને મળશે ભાઈ અથવા બહેન

    બોલિવૂડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, પ્રિયંકા અને નિકનું માનવું છે કે ભાઈ-બહેનનો પ્રેમ ઘણો જરૂરી હોય છે, તેથી તેઓ માલતી માટે સિબલિંગ ઈચ્છે છે. કપલ ટૂંક સમયમાં બીજા બાળક વિશે વિચારશે. બીજું બેબી પણ માલતીની જેમ સરોગસી દ્વારા જ થશે.

    કપલ બાળકોની વચ્ચે વધારે એજ ગેપ નથી ઈચ્છતું

    સૂત્રોના અનુસાર, નિક પોતાના બાળકોની ઉંમર વચ્ચે વધારે ગેપ નથી ઈચ્છતો. સાથે નિક ઈચ્છે છે કે તેના બાળકો પણ તેના અને તેના ભાઈઓ કેવિન જોનસ અને જો જોનસની જેમ હોય, જેમની વચ્ચે ઉંમરનો વધુ તફાવત ન હોય. રિપોર્ટ્સના અનુસાર, જોનસ બ્રધર્સ પોતાના બાળકોને કઝિન્સની જેમ નહીં પરંતુ સિબલિંગ્સની જેમ ઈચ્છે છે. તે સિવાય રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે નિકના પેરેન્ટ્સ પણ તેને વધારે બાળકો કરવા માટે ફોર્સ કરી રહ્યા છે.

    6 મહિનાની થઈ પ્રિયંકા-નિકની દીકરી માલતી

    પ્રિયંકા અને નિકે તાજેતરમાં પોતાની દીકરી માલતીનો 6 મંથ બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સેલિબ્રેશનના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. જો કે, કપલે હજી સુધી માલતીનો ચહેરો રિવીલ નથી કર્યો. નિક અને પ્રિયંકા પોતાના બાળકોની પ્રાઈવસીનું ઘણું ધ્યાન રાખે છે.

    પ્રિયંકાના અપકમિંગ પ્રોજેક્ટ્સ

    પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ 'સિટાડેલ'માં જોવા મળશે. ફરહાન અખ્તરની ફિલ્મ 'જી લે જરા' પણ છે. આ ફિલ્મમાં પ્રિયંકા સિવાય આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ પણ લીડ રોલમાં હશે. તે સિવાય તેની પાસે ફિલ્મ 'મેટ્રિક્સ 4', 'ઈટ્સ ઓલ કમિંગ બેક ટૂ મી' અને 'એંડિંગ થિંગ્સ' જેવા ઘણા પ્રોજેક્ટ્સ છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Kids, Nick Jonas, Priyanka chopra

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन