Home /News /entertainment /

પ્રિયંકા ચોપડાએ બતાવી પોતાની Engagement Ring, જાણો તેનો ભાવ

પ્રિયંકા ચોપડાએ બતાવી પોતાની Engagement Ring, જાણો તેનો ભાવ

    પ્રિયંકા ચોપડા હાલ ભારતમાં તેના બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે ફરી રહી છે. નિક તેના પરિવાર સાથે ભારતની મુલાકાતે છે. અને નિક અને પ્રિયંકાનો પરિવાર એક સાથે મુંબઇની એક પાંચ સ્ટાર હોટલમાં ડિનર માટે પણ સાથે ગયા હોવાની તસવીરો પણ બહાર આવી છે. જેમાં પ્રિયંકા ચોપડા અને નિકની કેમેસ્ટ્રી જોવા મળે છે. નિક અને પ્રિયંકા મુંબઇમાં હાથમાં હાથ નાખીને કેમેરા સામે ફોટો પડાવતા નજરે પડ્યા છે. બંને સાથે ખુબ જ ખુશ પણ લાગતા હતા. અને તેમનો પરિવાર પણ આ સમયે કપલની સાથે જ હતો. માનવામાં આવી રહ્યું છે કે નિકનો પરિવાર અહીં પ્રિયંકાના પરિવારને મળીને તેમના સંબંધો આગળ વધારવા ચર્ચા વિચારણા કરી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ પ્રિયંકા ચોપડાના હાથમાં એક મોટા હિરાની અંગૂઠી છે. માનવામાં આવે છે કે તે અંગૂઠી પ્રિયંકાને તેના બોયફ્રેન્ડ નીક જોનાસે સગાઇની અંગૂઠી તરીકે આપી છે. જેને છુપાવાના ચક્કરમાં હાલમાં જ પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ એરપોર્ટ પરથી ઉતરતી વખતે પ્રિયંકાએ આ વીંટીને મીડિયાથી છુપાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વળી પાછી પ્રિયંકા આ જ અંગૂઠી સાથે જાહેર જીવનમાં દેખાઇ છે. પ્રિયંકા ચોપડાની એક સેલ્ફીમાં તે બોલીવૂડ અભિનેત્રી રવિના ટંડન સાથે આ ડાયમંડ રિંગ પહેરેલી દેખાય છે.

    એનડીટીવીમાં છપાયેલી ખબર મુજબ 36 વર્ષીય પ્રિયંકા ચોપડાને તેના 25 વર્ષીય બોયફ્રેન્ડ નિક જોનાસે આ રિંગ તેમની ગુપ્ત રાખવામાં આવેલી સગાઇ વખતે પહેરાવેલી છે. પ્રિયંકા હાલ ભારતમાં છે. અને મનીષ મલ્હોત્રા દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે એક પાર્ટીમાં પ્રિયંકાએ હાજરી આપી હતી. આ પાર્ટીની તસવીરોમાં જ પ્રિયંકા આ રિંગ સાથે જોવા મળે છે. આ પાર્ટીમાં પ્રિયંકાના હાથમાં એક મોટા હિરાની વીંટીં જોવા મળે છે.

    સિલ્વર બેન્ડ વાળી આ વીંટી Tiffany & Co બ્રાન્ડની છે. જેની કિંમત 2 લાખ ડોલર એટલે કે 1.4 કરોડ બતાવવામાં આવે છે. પ્રિયંકાની આ કુશન કટ રિંગ 4 કેરેટની છે. આ વીંટી સૌથી પ્રખ્યાત G color (કાચ જેવો ડાયમંડ જેનો કોઇ રંગ નથી હોતો) તેમાંથી બનાવી છે. અને તે VS1 (ડાયમંડની સૌથી સારી ક્વોલિટી) ક્લૈરિટીની રિંગ છે. ચર્ચા તો તેવી પણ છે કે ટૂંક સમયમાં નિકનો પરિવાર ભારત આવશે અને અહીં તેમની સગાઇ કે લગ્નની વાત ચાલશે. આમ દિપીકા પાદુકોણ પછી પ્રિયંકા ચોપડાના લગ્નની શરણાઇ જલ્દી જ વાગશે તેવી સંભાવના ઊભી થઇ છે.









    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ENT, Nick Jonas, Priyanka chopra

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन