Home /News /entertainment /પ્રિયંકા ચોપડાને મળી ગયો બોયફ્રેન્ડ, ડેટિંગ કરતાં ફોટોઝ વાયરલ, જાણો કોણ છે

પ્રિયંકા ચોપડાને મળી ગયો બોયફ્રેન્ડ, ડેટિંગ કરતાં ફોટોઝ વાયરલ, જાણો કોણ છે

અભિનેત્રી પ્રિયંકા ચોપડા છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં જ સ્થાઇ થઇ છે, હોલીવૂડમાં તે એક સીરીઝમાં કામ કરી છે, આ દરમિયાન તેના અનેક એક્ટર્સ સાથે રિલેશનના ન્યૂઝ આવતા રહે છે, આવી જ એક વાત ફરી ચર્ચામાં છે, કહેવામાં આવી રહ્યું છે તે એક અમેરિકન એક્ટર સાથે ડેટિંગ કરી રહી છે.

પ્રિયંકા ચોપડાએ હાલ પોતાના સ્ટેટસ અંગે કોઇ ખુલાસો કર્યો નથી, તે અનેક વાર પોતાના લગ્નની વાતનું ખંડન પણ કરી ચૂકી છે, પરંતુ ફરી એકવાર તે એક યુવક સાથે દેખાતા ચર્ચાએ જોર પકડ્યું છે. આ વખતે તે અમેરિકાના જાણીતા ડોઝર્સ સ્ટેડિયમમાં પોતાના કથિત પ્રેમી નિક જોનાસ સાથે નજરે પડી છે. સ્ટેડિયમમાં હાજર એક શખ્સે વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં પ્રિયંકા નિક સાથે નજરે પડી રહી છે.



સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઘણા લોકોનું કહેવું છે કે નિક જોનાસ તેનો બોયફ્રેન્ડ નથી. આ મેચ બાદ પ્રિયંકા અને નિક એક બોટ પર પાર્ટી કરતાં નજરે પડ્યાં હતા. જો કે વાયરલ થયેલી તસવીરોમાં બંને એકબીજાની નજીક દેખાયા હતા.

ઉલ્લેખનીય છએ કે નિક જોનાસ એક અમેરિકન સિંગર છે, સાથે તે એક અભિનેતા પણ છે, નિકે માત્ર 25 વર્ષની વયે અનેક હોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે અમેરિકામાં ખૂબ જ ફેમસ પણ છે.

First published:

Tags: Priyanka chopda