The Family Man ફેમ સાઉથ એક્ટ્રેસ પ્રિયામણીના લગ્ન ગેરકાયદેસર!, મુસ્તફા રાજની પહેલી પત્નીએ કર્યો આક્ષેપ

The Family Man ફેમ સાઉથ એક્ટ્રેસ પ્રિયામણીના લગ્ન ગેરકાયદેસર!, મુસ્તફા રાજની પહેલી પત્નીએ કર્યો આક્ષેપ
The Family Man ફેમ સાઉથ એક્ટ્રેસ પ્રિયામણીના લગ્ન ગેરકાયદેસર!

Priyamani Mustafa Raj Marriage: મુસ્તફાની પ્રથમ પત્ની આયશા (Ayesha) હવે પ્રિયામણી અને મુસ્તફાના લગ્ન ગેરકાયદે હોવાનો આક્ષેપ કરી રહી છે

  • Share this:
Priyamani Mustafa Raj Marriage: ધ ફેમિલી મેન (The Family Man)માં અદ્ભૂત અભિનય કરનાર અને સાઉથ ઇન્ડિયન સિનેમા (South Indian Cinema)ની જાણીતી એક્ટ્રેસ (Actress) પ્રિયામણીના લગ્ન પર જોખમ ઉભું થયું છે. પ્રિયામણી (Priyamani) અને તેના પતિ મુસ્તફા રાજના લગ્ન પર આંગળી ચીંધાઈ છે. મુસ્તફાની પ્રથમ પત્ની આયશા (Ayesha) હવે પ્રિયામણી અને મુસ્તફાના લગ્ન ગેરકાયદે હોવાનો આક્ષેપ કરી રહી છે. તેનું કહેવું છે કે, મુસ્તફાએ તેને છૂટાછેડા આપ્યા વગર જ પ્રિયામણી સાથે લગ્ન કર્યા છે.

આયશાએ પ્રિયામણી અને મુસ્તફા સામે અદાલતમાં ક્રિમિનલ કેસ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મુસ્તફાએ હજુ સુધી તેની સાથે છૂટાછેડા લીધા નથી, જેથી પ્રિયામણી અને મુસ્તફાના લગ્ન અમાન્ય છે.



ઉલ્લેખનીય છે કે, આયશા અને મુસ્તફાને બે બાળકો છે. મુસ્તફા સામે આયશાએ હિંસાનો કેસ કર્યો છે. ત્યારબાદ 2017માં પ્રિયામણી અને મુસ્તફાના લગ્ન થયા હતા. આ મામલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં આયેશાએ કહ્યું હતું કે, મુસ્તફા હજુ પણ પરણિત છે અને મુસ્તફા તથા પ્રિયામણીના લગ્ન ગેરકાયદેસર છે. અમે છૂટાછેડાની અરજી કરી જ ન હતી અને પ્રિયામણી સાથે લગ્ન વખતે મુસ્તફાએ કોર્ટને પોતે અપરણિત હોવાનું કહ્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદ : 2 પ્રેમીઓએ પોતાની પ્રેમિકા માટે તેના પતિની કરી નાખી હત્યા

બીજી તરફ ન્યુઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં મુસ્તફાનું કહેવું છે કે, મારા સામે લગાવેલા બધા જ આક્ષેપો ખોટા છે. હું મારા બાળકોની સંભાળ માટે આયેશાને નિયમ મુજબ પૈસા આપું છું. તે મારી પાસેથી પૈસા પડાવવા માંગે છે.

તેણે વધુમાં કહ્યું કે, તે અને આયેશા 10 વર્ષથી જુદા રહે છે. 2013માં આયશા સાથે તેના છૂટાછેડા થઈ ગયા હતા. મારા લગ્ન 2017માં પ્રિયામણી સાથે થયા હતા. તો પછી આયશા આટલા વર્ષો સુધી શા માટે શાંત રહી?

આ સવાલના જવાબમાં આયશાએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું કે, બે બાળકોની માતા હોવ ત્યારે તમે શું કરી શકો છો. વાતચીતથી ઉકેલ લાવવાનો પ્રયાસ થાય છે, પણ ઉકેલ ન આવે તો કેટલાક કડક પગલાં લેવા પડે છે.
Published by:News18 Gujarati
First published:July 22, 2021, 23:20 IST

ટૉપ ન્યૂઝ