Home /News /entertainment /Priyadarshan Birthday : પિતાના કારણે હતી વાંચન-લેખનની આદત, 90 થી વધુ ફિલ્મોનું કર્યું છે નિર્દેશન

Priyadarshan Birthday : પિતાના કારણે હતી વાંચન-લેખનની આદત, 90 થી વધુ ફિલ્મોનું કર્યું છે નિર્દેશન

પ્રિયદર્શન જન્મદિવસ

30 જાન્યુઆરી, 1957માં તિરૂવનંતપુરમ (Thiruvananthapuram)માં જન્મેલા પ્રિયદર્શન (Priyadarshan)નો આજે 65મો જન્મદિવસ છે. બોલિવૂડમાં પ્રિયદર્શનનું નામ સફળ નિર્માતા અને દિગ્દર્શકમાં આવે છે.

  મુંબઈ : બૉલીવુડ (Bollywood) ફિલ્મો મનોરંજન પૂરું પાડે છે. જેમાં કેટલીક ફિલ્મ (Film) હિટ જાય છે તો કેટલી ફ્લોપ રહે છે. ફિલ્મ હિટ જવા માટે માત્ર ફિલ્મના લીડ રોલ અભિનેતા (Actors) જ નહીં પરંતુ ફિલ્મના ડાયરેક્ટર (Directors)નો પણ સિંહ ફાળો હોય છે. આવા જ એક સફળ ડાયરેક્ટરની વાત કરીએ જેનો આજે જન્મદિવસ (Birthday) છે. 30 જાન્યુઆરી, 1957માં તિરૂવનંતપુરમ (Thiruvananthapuram)માં જન્મેલા પ્રિયદર્શન (Priyadarshan)નો આજે 65મો જન્મદિવસ છે. બોલિવૂડમાં પ્રિયદર્શનનું નામ સફળ નિર્માતા અને દિગ્દર્શકમાં આવે છે.

  પ્રિયદર્શનનું પ્રારંભિક શિક્ષણ ત્રિવેન્દ્રમની સરકારી મોડેલ સ્કૂલમાં થયું હતું. તેણે ફિલોસોફીમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. પ્રિયદર્શનના પિતા ગ્રંથપાલ હતા. આ કારણે પ્રિયદર્શનને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો. તેમણે તેમના શાળાકીય અભ્યાસ દરમિયાન ટૂંકા નાટકો અને સ્કીટ્સ લખવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં પ્રિયદર્શને ઓલ ઈન્ડિયા રેડિયો માટે પણ નાના નાટકો લખ્યા છે.

  પ્રિયદર્શનના અંગત જીવન વિષે વાત કરીએ તો પ્રિયદર્શને તેની સાથે ઘણી ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રી લિસી સાથે વર્ષ 1990માં લગ્ન કર્યા હતા. લિસીએ તે પછી હિંદુ ધર્મ અપનાવ્યો અને તેનું નામ બદલીને લક્ષ્મી પ્રિયદર્શિની રાખ્યું. જોકે, 24 વર્ષ લાંબા લગ્નજીવનમાં પણ તિરાડ પડી અને આ કપલ વર્ષ 2014માં એકબીજાથી અલગ થઈ ગયું હતું. તેમને બે બાળકો પુત્રી કલ્યાણી અને પુત્ર સિદ્ધાર્થ છે.

  હિન્દી સિનેમામાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપનાર પ્રિયદર્શને હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં પણ ફિલ્મો બનાવી છે. તેણે વધુ કોમેડી ફિલ્મો આપી છે. પ્રિયદર્શને તેની કારકિર્દીની શરૂઆત સ્ક્રિપ્ટ રાઈટર તરીકે કરી હતી. પ્રિયદર્શને પોતાની કારકિર્દીમાં ભુલુ ભુલૈયા, ભાગમ ભાગ, ગરમ મસાલા, હસ્ટલ જેવી વન ટુ વન કોમેડી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે.

  વર્ષ 1980માં સ્ક્રિપ્ટ રાઈટર તરીકે પ્રિયદર્શને તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી તેણે દિગ્દર્શનમાં હાથ અજમાવ્યો. પ્રિયદર્શને 1984માં ડાયરેક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સમય દરમિયાન તેણે તમિલ, મલયાલમ અને તેલુગુ ભાષાઓમાં ફિલ્મોનું નિર્દેશન કરવાનું ચાલુ રાખ્યું. પ્રિયદર્શનની મલયાલમ ફિલ્મ 'કાલાપાની' તેની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાય છે. પ્રિયદર્શને 1992માં ફિલ્મ 'મુસ્કાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ગર્દીશ, વિરાસત, કભી ના કભી જેવી હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે.

  આ પણ વાંચોGarima Chaurasia બોલિવૂડ અભિનેત્રીઓને ગ્લેમરસના મામલે આપે છે ટક્કર, જુઓ PHOTOS

  પ્રિયદર્શને બોલીવુડમાં પણ લાંબા સમય સુધી ફેમેલી ડ્રામા અને સિરિયસ ઈશ્યુ પર ફિલ્મો બનાવ્યા બાદ વર્ષ 2000માં ફિલ્મોમાં કોમેડીનો સ્વાદ અપનાવ્યો. બોલિવૂડની કોમેડી ફિલ્મ હેરા ફેરીનું દિગ્દર્શન કરી પ્રિયદર્શને ખુબ પ્રશંસા મેળવી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, તબ્બુ મુખ્ય ભૂમિકામાં હતા. દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. આ પછી તેણે હંગામા, હસ્ટલ, ગરમ મસાલા, ભાગમ ભાગ, માલામાલ વીકલી, ઢોલ, ભૂલભૂલૈયા જેવી ફિલ્મો દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. તેણે અત્યાર સુધીમાં 90 થી વધુ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. પ્રિયદર્શનને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે વર્ષ 2012 માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
  Published by:kiran mehta
  First published:

  Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन