પ્રિયા પ્રકાશને બોલિવૂડથી મળી ઓફર, ભણશાળી સાથે કરવું છે કામ!

પ્રિયા પ્રકાશે CNN News 18 સાથે વાત કરીને આ ખુલાસો કરી લીધો છે તેને કહ્યું કે બોલિવૂડમાંથી મને ફિલ્મોની ઓફર મળી

News18 Gujarati
Updated: February 13, 2018, 6:04 PM IST
પ્રિયા પ્રકાશને બોલિવૂડથી મળી ઓફર, ભણશાળી સાથે કરવું છે કામ!
અભિનેત્રી પ્રિયા પ્રકાશ
News18 Gujarati
Updated: February 13, 2018, 6:04 PM IST
મુંબઇ: ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલી પ્રિયા પ્રકાશ વોરિયરો વીડિયો આગની જેમ ફેલાઇ ગયોછે. જે બાદ તેને તમીલ અને મલયાલમ ફિલ્મોની ઓફર મળી છે પણ તેને સાથે સાથે બોલિવૂડ ફિલ્મોની પણ ઓફર મળવા લાગી છે. તો ટૂંક સમયમાં તે બોલિવૂડ ફિલ્મ કરતી નજર આવે તો નવાઇ નહીં

પ્રિયા પ્રકાશે CNN News 18 સાથે વાત કરીને આ ખુલાસો કરી લીધો છે તેને કહ્યું કે બોલિવૂડમાંથી મને ફિલ્મોની ઓફર મળી છે. પણ જો તેને તક મળે તો તે સંજય લીલા ભણસાળી સાથે કામ કરવા ઇચ્છે છે.

પ્રિયાએ જણાવ્યું કે રાતોરાત મળેલી આ પ્રસિદ્ધિતી તે અને તેનાં માતા-પિતા ખુબ ખુશ છે. અહીં સુધી કે તેમને સમજણ નથી પડી રહી કે તે આ બધાને કેવી રીતે સંભાળે. પ્રિયાએ જણાવ્યું કે, મલયાલમ અને તમીલ ફિલ્મોની પણ તેને ઓફર આવી છે. જ્યારે હજુ તેની પહેલી ફિલ્મનું ટિઝર પણ રિલીઝ નથી થયું. તે આજે સાંજે 7 વાગ્યે થવાનું છે.

આપને જણાવી દઇએ કે પ્રિયા પ્રકાશ વોરિયર એક સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ છે. જે મલયાલમ ફિલ્મ ઓર અદાર લવ (Oru Adaar Love)થી તેનાં ફિલ્મી કરિઅરની શરૂઆત કરશે. કેરળમાં જન્મેલી આ એક્ટ્રેસ એક સ્કૂલની યુવતીનો રોલ અદા કરી રહ્યો છે. તેનાં એક્સપ્રેશન એટલા કાતીલ હતાં કે આ નાનકડી 30 સેકેન્ડની ક્લિપ આજે આખા દેશમાં વાઇરલ થઇ ગઇ છે. અને દરેક લોકોનાં દિલો દિમાગ પર છવાઇ ગઇ છે.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...