Home /News /entertainment /

આંખ મારીને ફરી ફેન્સને ઘાયલ કરી રહી છે પ્રિયા પ્રકાશ, જુઓ વીડિયો

આંખ મારીને ફરી ફેન્સને ઘાયલ કરી રહી છે પ્રિયા પ્રકાશ, જુઓ વીડિયો

    આંખ મારીને રાતો રાત સ્ટાર બની ગયેલી પ્રિયા પ્રકાશ ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ વખતે કોઈ ફિલ્મને લઈને ચર્ચા નથી પરંતુ તે કમર્શિયલ એડનો એક સીન છે. પ્રિયાનો એ જ અંદાજ હવે એક ચોકલેટ બ્રાંડની જાહેરાતમાં જોવા મળશે. પોતાના વાયરલ અંદાજ સાથે પ્રિયાએ બિગ બીની સ્ટાઈલ અપનાવી છે. કારણ કે આ જાહેરાતમાં એક સીન છે. જેમાં ગ્રાઉન્ડ પર એક પ્લેયર બોલ માગવા માટે પ્રિયા પાસે આવે છે. જેના પર પ્રિયા કહે છે કે, 'હું ફેંકેલી વસ્તુઓ નથી ઉઠાવતી' ત્યારે પ્રિયાનો આ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પ્રિયાના ફેન્સ આ વીડિયો ખૂબ જ શેર કરી રહ્યાં છે.



    જણાવી દયે કે ઇન્ટરનેટ સેંસેશન બન્યા બાદ પ્રિયા પાસે એન્ડોર્સમેન્ટ પ્રોજેક્ટ્સ ખુબ જ આવી રહ્યાં છે. તેમના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સતત વધી રહ્યાં છે. જેને લઈને તેને કમાણીનું પ્લેટફોર્મ મળી ગયું છે. પ્રિયા પ્રકાશની પોપ્યુલારીટીને જોઈને હવે કંપનિઓ પ્રિયાને એક પ્રમોશનલ પોસ્ટ માટે 8 લાખ રૂપિયા સુધીની ઓફર આપી રહી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોશિયલ મીડિયા પર પ્રિયા એટલી ફેમસ થઈ રહી છે કે તેને બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સને પાછળ છોડી દીધા છે. પોતાની આંખોની અદાથી પુરા દેશમાં લોકોને પોતાના દિવાના બનાવી રહેલી પ્રિયા પ્રકાશ ફિલ્મોમાં ડેબ્યૂ કરતા પહેલા જ સ્ટાર બની ગઈ છે.



    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Priya Prakash

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन