આખો મટકાવીને રાતો રાત નેશનલ ક્રશ બની જનારી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયરનો એક નવો વીડિયો વાઇરલ થયો છે. જેમાં તે હવા હવા ગીત ગાતી જોવા મળી રહી છે. પ્રિયા પ્રકાશનો આ વીડિયો સોશિય મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અર્જુન કપૂરની ફિલ્મમાં આવેલું 'હવા હવા' રિમેક સોન્ગ છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ ફેમસ થયું હતું. અભિનેત્રી પ્રિયા પ્રકાશનો જ્યારે કોઇ વીડિયો સોશિયલ મીડિયા પર આવે છે તો તેને વાયરલ થતા વાર લાગતી નથી.
તો આ સાથે જ અભિનેત્રીએ અનુષ્કા શર્માનું બ્રેકઅપ સોંગ પર ગાતી જોવા મળી હતી. આ વીડિયોમાં પ્રિયા 'મેરે સઇયાં જી સે આજે મેને બ્રેકઅપ કર લીયા' ગીત ગાય રહી છે. આ એક ડબસ્મેશ છે.
આમ ઇન્ટરનેટ સેન્સેશન બનેલી મલાયાલી અભિનેત્રી પ્રિયા પ્રકાશનો એક નવો વીડિયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોય ચૂક્યા છે. મહત્વનું છે કે મલયાલમ ફિલ્મ 'ઉર ઉદાર લવ' દ્વારા પોતાના અભિનય કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયરની ફિલ્મ આ વર્ષે ઇદ પર રિલીઝ થશે, પરંતુ તેમની આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ ફેમસ થઇ ગઇ છે. આમ સોશિયલ મીડિયા પર રાતોરાત છવાઇ જનારી પ્રિયા પ્રકાશ વોરિયરનો જાદૂ આજે પણ કાયમ છે.
જણાવી દયે કે ઇન્ટરનેટ સેંસેશન બન્યા બાદ પ્રિયા પાસે એન્ડોર્સમેન્ટ પ્રોજેક્ટ્સ ખુબ જ આવી રહ્યાં છે. તેમના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સતત વધી રહ્યાં છે. જેને લઈને તેને કમાણીનું પ્લેટફોર્મ મળી ગયું છે. પ્રિયા પ્રકાશની પોપ્યુલારીટીને જોઈને હવે કંપનિઓ પ્રિયાને એક પ્રમોશનલ પોસ્ટ માટે 8 લાખ રૂપિયા સુધીની ઓફર આપી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોશિયલ મીડિયા પર પ્રિયા એટલી ફેમસ થઈ રહી છે કે તેને બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સને પાછળ છોડી દીધા છે. પોતાની આંખોની અદાથી પુરા દેશમાં લોકોને પોતાના દિવાના બનાવી રહેલી પ્રિયા પ્રકાશ ફિલ્મોમાં ડેબ્યૂ કરતા પહેલા જ સ્ટાર બની ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર