આખા દેશને પોતાની આંખોના ઈશારે નચાવનાર મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ એકવાર ફરી સમાચારોમાં આવી ગઈ છે. આ વખતે પ્રિયા પોતાના કોઈ વીડિયોના કારણે નહીં પરંતુ તેના નવા ફોટોશૂટને કારણે ફેન્સ વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે. પ્રિયાના આ ફોટોશૂટની તસવીરોને woodpecker photographyના એકાઉન્ટમાંથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.
આ તસવીરોમાં પ્રિયા પિંક કલરના ગાઉનમાં એકદમ ખૂબસૂરત દેખાઈ રહી છે. ફોટોશૂટની એક તસવીર પ્રિયાએ પોતાના એકાઉન્ટ પર પણ પોસ્ટ કરી છે. આ તસવીરોને જોયા પછી પ્રિયાના ફેન્સ તેની તુલના પ્રિન્સેસ સાથે કરે છે.