Home /News /entertainment /

પ્રિયા વિરુદ્ધની FIRને સુપ્રીમે કરી રદ, આ Videoએ મચાવી હતી ધૂમ

પ્રિયા વિરુદ્ધની FIRને સુપ્રીમે કરી રદ, આ Videoએ મચાવી હતી ધૂમ

અભિનેત્રી પ્રિયા પ્રકાશ

સોન્ગ 'મનિક્ય મલારાયા પૂવી'માં આંખના ઈશારાને લઈ એફઆઈઆર નોંધવામાં આવી હતી

    ઈન્ટરનેટ પર સનસનીના નામથી પ્રખ્યાત થઈ ચુકેલી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરને સુપ્રિમ કોર્ટ તરફથી રાહત મળી છે. પોતાની આંખથી ઈશારો કરી દેશમાં સનસની ફેલાવનાર પ્રિયા પ્રકાશ વારિયર વિરુદ્ધ 'ઓરૂ અદાવ લવ' (Oru Adaar Love)ના સોન્ગ 'મનિક્ય મલારાયા પૂવી'માં આંખના ઈશારાને લઈ એફઆઈઆર નોંધવામાં આવી હતી. કેટલાક સંગઠનોએ આ સોન્ગ પર પ્રિયાના આ ઈશારાને લઈ વિરોધ દર્શાવ્યો હતો, અને તેમણે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી અને સુપ્રીમ કોર્ટે આ એફઆઈઆરને રદ કરી દીધી છે. આ ચૂકાદા બાદ વિંક ક્વીનને મોટી રાહત મળી છે.

    પ્રિયા પ્રકાશ વારિયરની મલયાલમ ફિલ્મ 'ઓરૂ અદાવ લવ' ફિલ્મનું આ ટિઝર યૂ-ટ્યુબ પર 13 ફેબ્રુઆરીએ રિલીઝ થયું હતું, અને આ 26 સેકન્ડના વીડિયોએ રિલીઝ થતા જ ધૂમ મચાવી દીધી હતી. પ્રિયાનો આ વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થઈ ગયો, અને પૂરા દેશમાં તેની ચર્ચા થવા લાગી. 'ઓરૂ અદાવ લવ'ને ઓમર લૂલૂએ ડાયરેક્ટ કર્યો છે અને ફિલ્મનું એક સોન્ગ પણ રિલીઝ થઈ ચુક્યું છે, જેને યૂ-ટ્યૂબ પર ખુબ સફળતા મળી છે.

    સુપ્રીમ કોર્ટે પદ્માવત અને મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ એફઆઈઆરના મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો હવાલો આપ્યો. નારાજ સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી દરમ્યાન રાજ્ય સરકારને કહ્યું કે, કોઈએ ફિલ્મમાં કામ કર્યું અને તમે એફઆઈઆર રજિસ્ટર્ડ કરી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજીકર્તાનું કહેવું છે કે, ગીત કેરાલામાં 1978થી ગાવામાં આવી રહ્યું છે. તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધી શકાય છે, કારણ કે હજુ તો ફિલ્મ રિલીઝ પણ થઈ નથી.



    Thank you for all the love and support💙


    A post shared by priya prakash varrier (@priya.p.varrier) on






    જોકે, ફિલ્મના પ્રમોશન માટે ગીત યુ-ટ્યૂબ પર નાખવામાં આવ્યું છે. મોહમ્મદ ખાન અરજીકર્તાએ કહ્યું કે, આ ગીતથી એક સમુદાયના વિશેષ લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. ફરીયાદીનું કહેવું છે કે, સોન્ગથી તેમને સમસ્યા નથી, પરંતુ જે રીતે તેને ફિલ્માવવામાં આવ્યું છે, તેની સામે ફરિયાદ છે. જોકે, ઈન્ટરનેટ સેસેન્સ પ્રિયા પ્રકાશ અને તેની આવનારી ફિલ્મના નિર્દેશક ઓમર લુલુએ તેમની વિરુદ્ધ મહારાષ્ટ્ર અને હૈદરાબાદમાં નોંધવામાં આવેલા મામલાને ફગાવી દેવાની અરજી કરી હતી. ફિલ્મના વાયરલ થયેલા ગીતને લઈ આ બંને રાજ્યોમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Fir manikya malaraya poovi song, Manikya malaraya poovi song, Oru adaar love movie, Priya Prakash, Priya prakash varrier, Supreme Court

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन