Home /News /entertainment /

આંખ મટકાવીને રાતોરાત સ્ટાર બની જનારી પ્રિયા હાલમાં છે બેરોજગાર

આંખ મટકાવીને રાતોરાત સ્ટાર બની જનારી પ્રિયા હાલમાં છે બેરોજગાર

અભિનેત્રી પ્રિયા પ્રકાશ

પ્રિયાએ તેની ફિલ્મ 'ઓરુ અદાર લવ'નાં કોસ્ટાર રોશન અબ્દુલ રઉફ સાથેની તસવીર શેર કરીને પોતાને બેરોજગાર હોવાનું ગણાવી છે

    મુંબઇ: પોતાની નૈન મટકાવવાની અદાથી ઈન્ટરનેટ પર સનસની ફેલાવનારી પ્રિયા પ્રકાશ વોરિયરની પોપ્યુલારિટી વિશે જેટલું પણ કહો, તેટલું ઓછું છે. સોશિયલ મીડિયા પર વારંવાર તેના વીડિયો વાઈરલ થતા રહે છે. પ્રિયા પ્રકાશની પોપ્યુલારિટીને જોતા એવું લાગે કે, તેની પાસે પ્રોજેક્ટ્સની કોઈ કમી નહિ હોય. પરંતુ અહીં વાત તદ્દન ઉંધી છે. હાલમાં પ્રિયા પ્રકાશ જોબલેસ છે. અને આ વાત તેણે ખુદ કહી છે.

    પ્રિયાએ તેની ફિલ્મ 'ઓરુ અદાર લવ'નાં કોસ્ટાર રોશન અબ્દુલ રઉફ સાથેની તસવીર શેર કરીને પોતાને બેરોજગાર હોવાનું ગણાવી છે.

    તસવીરમાં પ્રિયા અને રોશન બહુ જ સ્વીટલી પોઝ આપી રહ્યાં છે. પ્રિયાના હાથમાં લાલ ગુલાબ છે અને તસવીરનું બેરગ્રાઉન્ડ બહુ જ રોમેન્ટિક નજર આવી રહ્યું છે.




    તેમાં પ્રિયા યલો અને વ્હાઈટ લૂકમાં છે, જ્યારે કે રોશન રેડ ટી-શર્ટ અને ડેનિમ પહેરીને પોઝ આપી રહ્યો છે. તસવીર શેર કરીને પ્રિયાએ લખ્યું કે, જ્યારે તમે બેરોજગાર ફરી રહ્યા છો, પરંતુ કોઈ તમારી સાથે હંમેશા પોઝ આપવા અને તસવીર ક્લિક કરાવવા તૈયાર હોય.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Priya prakash varrier

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन