Home /News /entertainment /Priya Prakash Varrier નો નવો અંદાજ, થાઈલેન્ડમાં બ્લુ બિકીનીમાં જોવા મળી સાઉથ એકટ્રેસ

Priya Prakash Varrier નો નવો અંદાજ, થાઈલેન્ડમાં બ્લુ બિકીનીમાં જોવા મળી સાઉથ એકટ્રેસ

Priya Prakash Varrier In Bikini

Priya Prakash Varrier In Bikini: દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરે પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે. થાઈલેન્ડ ટ્રીપ દરમિયાન તેને સોશિયલ મીડિયો પર તસવીરો શેર કરી છે.

    Priya Prakash Varrier In Bikini: દેશભરમાં એક આંખ મારવાથી નેશનલ ક્રશ બનનારી પ્રિયા પ્રકાશ વારિયરના દરરોજ નવા લુક્સ સામે આવી રહ્યા છે. નવા નવા અંદાજમાં પ્રિયા વારિયરના ફોટો સામે આવી રહ્યાં છે. હાલમાં જ પ્રિયા વારિયરનો વઘુ એક લુક સામે આવ્યો છે. જેમાં તે સમયની સાથે ખૂબ જ બોલ્ડ બની રહી હોય તેમ લાગી રહ્યું છે. પ્રિયા પ્રકાશનો જે ફોટો સામે આવ્યો છે, તેમાં તે પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે.

    હા, આ દિવસોમાં પ્રિયા પ્રકાશ વારિયર થાઈલેન્ડમાં છે અને ત્યાંથી તેણે પોતાનો એક ખૂબ જ બોલ્ડ ફોટો શેર કર્યો છે, જેને જોઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. વિંક ગર્લ તરીકે જાણીતી પ્રિયા પ્રકાશ વારિયરને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે ભલે હિન્દી સિનેમામાં પગ મૂક્યો ન હોય, પરંતુ તે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે અને તેના આંખ મારવાના વીડિયોને કારણે તે આખા દેશમાં ફેમસ થઈ ગઈ છે.

    પ્રિયા વારિયરની બોલ્ડનેસ


    પ્રિયા પ્રકાશના ફેન્સ તેની એક ઝલક માટે દિવાના છે. આવી સ્થિતિમાં અભિનેત્રીનો દરેક વીડિયો અને પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થાય છે. જો કે, પ્રિયા તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. આ વખતે અભિનેત્રીએ પોતાના બોલ્ડ અવતારથી બધાના હોશ ઉડાવી દીધા છે.






    આ પણ વાંચો: સેલિબ્રિટી કપલે છૂટાછેડા લેવાનો નિર્ણય કેન્સલ કર્યો? 

    સમુદ્રની વચ્ચે બ્લુ બિકીનીમાં જોવા મળી


    હવે લેટેસ્ટ ફોટોમાં પ્રિયાને જોઈને લાગે છે કે તે કોઈ ટ્રિપ પર છે. આ દરમિયાન તે સતત તેના ફોટા શેર કરતી રહે છે. લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રી બોટ પર બેઠેલી જોવા મળી રહી છે. અહીં તેણે બ્રેલેટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યા છે. આ દરમિયાન અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. તે જ સમયે, બીજી તસવીરમાં, પ્રિયા સમુદ્રમાં જોઈ શકાય છે. બંને ફોટામાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

    આ પણ વાંચો: એક સમયે ‘સેક્સી સંન્યાસી’ કહેવાતા અભિનેતા બની ગયા ઓશોના અનુયાયી

    સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં જોવા મળી છે


    ઉલ્લેખનીય છે કે, પ્રિયા પ્રકાશ વારિયરે ઘણી સાઉથ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ વિંક વીડિયોથી તેને દેશભરમાં ઓળખ મળી. આ વીડિયોના કારણે તે નેશનલ ક્રશ બની ગઈ હતી. આજના સમયમાં ઈન્સ્ટાગ્રામ પર પ્રિયાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Entertainment news, Priya prakash varrier

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन