Home /News /entertainment /

પ્રિયા પ્રકાશે આ મામલે સની અને દીપિકાને પણ પાડી દીધા પાછળ

પ્રિયા પ્રકાશે આ મામલે સની અને દીપિકાને પણ પાડી દીધા પાછળ

    સોશિયલ મીડિયા પર આ દિવસે માત્ર એક જ નામ ચર્ચામાં છે પ્રિયા પ્રકાશ વોરિયર. મોટી મોટી ફિલ્મોમાં કામ કરેલી બોલિવૂડ એક્ટ્રેસિસ કોઈને યાદ નથી રહેતી પરંતુ મલયાલમ એક્ટ્રેસ પ્રિયા એક જ દિવસમાં દેશભરમાં છવાઈ ગઈ છે. તેની પાછળનું કારણ તેમની ડેબ્યૂ ફિલ્મ છે. 18 વર્ષની આ એક્ટ્રેસની ફિલ્મનું એક ટીઝર લોન્ચ થયા પછી તેની મારકણી અદાના સૌ કોઈ ઘાયલ થયા છે. તેમના એક્સપ્રેશનની એટલી તારીફ થઈ કે ગૂગલ ટ્રેંડ્સમાં તમામ ટોપ એક્ટ્રેસિઝને પાછળ છોડીને પ્રિયા પ્રકાશ ટોપ પર પહોંચી ગઈ છે.

    ગૂગલ ટ્રેન્ડ્સની આ રિપોર્ટ પ્રમાણે 24 કલાકમાં પ્રિયા પ્રકાશ એક એવો કીવર્ડ બની ગયો છે જેને ટોપ બોલિવૂડ એક્ટ્રેસીસ દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, સની લિયોની અને આલિયા ભટ્ટથી પણ વધારે સર્ચ કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા જ પ્રિયા પ્રકાશની ફિલ્મ 'ઓરુ અડાર લવ'નું એક ગીત અને ટીઝર લોન્ચ થયું હતું. આ પછી તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે.

    આને પગલે ઈન્સ્ટાગ્રામ પર માત્ર 24 કલાકમાં પ્રિયા પ્રકાશના છ લાખ ફોલોવર્સ મળી ગયા છે. હવે ઈન્સ્ટાગ્રામના 1.7 મિલિયન ફોલોવર છે. યૂ-'ટ્યુબ પર તેના ગીતને દોઢ લાખ લોકોએ જોઈ લીધું છે. જાણવા મળ્યું છે કે પ્રિયાને બોલિવૂડ ફિલ્મોમાં ઘણી ફિલ્મોની ઓફર મળી છે. પરંતુ સીએનએન ન્યૂઝ 18ને અપાયેલ એક ઈન્ટર્વ્યુમાં તેણે કહ્યુ છે કે અત્યારે તે પોતાની ડેબ્યૂ ફિલ્મ રિલીઝ પર ધ્યાન આપવા માંગે છે. ફિલ્મ જૂનમાં રિલીઝ થવાની છે. ત્યારપછી જ એ કોઈ નવી ફિલ્મ વિશે વિચારશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Priya prakash varrier

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन