ફિલ્મનું ટીઝ રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં ઘેરાઇ ગયુ છે. ફર્સ્ટ ટીઝરમાં બાથટબનો એક સીન બતાવવામાં આવ્યો હતો જે દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની ડેથ સાથે જોડાયેલો છે
ફિલ્મનું ટીઝ રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં ઘેરાઇ ગયુ છે. ફર્સ્ટ ટીઝરમાં બાથટબનો એક સીન બતાવવામાં આવ્યો હતો જે દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની ડેથ સાથે જોડાયેલો છે
મુંબઇ:પ્રિયા પ્રકાશ વોરિયરની ફિલ્મ 'શ્રીદેવી બંગલો'ને લઇને તે હાલમાં ચર્ચામાં છે આ ફિલ્મનું બીજુ ટીઝર રિલીઝ થઇ ગયુ છે. ટીઝરમાં પ્રિયા પ્રકાશ પ્રિયાંશુ ચેટર્જી સાથે રોમેન્સ કરતી નજર આવશે.
'વિંક ગર્લ' પ્રિયા પ્રકાશ વોરિયર ફિલ્મ 'શ્રીદેવી બંગલો'ને લઇને ચર્ચામાં છે. ફિલ્મનું બીજું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. આ ટીઝરમાં પ્રિયા પ્રકાશ પ્રિયાંશુ ચેટર્જી સાથે રોમેન્સ કરતી નજર આવી રહ્યાં છે. એક મિનિટ 18 સેકેન્ડનાં વીડિયોમાં પ્રિયા પ્રકાશ કહે છે- તને ખબર છે કેટલાં લોકોએ મને પ્રપોઝ કરી છે? પર તેમાંથી કોઇનાં તે વાત ન હતી બસ તારી આંખોમાં જ મને તે પ્રેમ જોવા મળ્યો છે. ટીઝરને કંઇ ખાસ રિસપોન્સ મળ્યો નથી જોકે ફેન્સ પ્રિયાની એક્ટિંગને પહેલાં કરતાં સારી કહી રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે ફિલ્મનું ટીઝ રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં ઘેરાઇ ગયુ છે. ફર્સ્ટ ટીઝરમાં બાથટબનો એક સીન બતાવવામાં આવ્યો હતો જે દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની ડેથ સાથે જોડાયેલો છે. શ્રીદેવીનાં પતિ, પ્રોડ્યુસર બોની કપૂરે ફિલ્મનાં મેકર્સને લીગલ નોટિસ પણ મોકલી છે. જોકે, ફિલ્મનાં ડિરેક્ટર પ્રશાંત મૈમબુલીએ એક પોર્ટ સાથે વાતચીતમાં કહ્યું કે, અમને બોની કપૂર તરફથી કોઇ જ કાયદાકીય નોટિસ આવી નથી. મે બોની કપૂરને કહ્યુંહ તું કે, આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે જેમાં એક્ટ્રેસનું નામ જરૂર શ્રીદેવી છે. જે ઘણું જ કોમન નામ છે.
પ્રિયા પ્રકાશની આ પહેલાં 'ઉરૂ અદાર લવ' 14 ફેબ્રુઆરીનાં રોજ રિલીઝ થઇ ગઇ છે. વર્ષ 2018માં તેની ફિલ્મનો એક સિન વાઇરલ થયો હતો. જે બાદ પ્રિયા ઘણી પોપ્યુલર થઇ ગઇ હતી. આ વીડિયોમાં તે આંખ મારતી નજર આવી હતી. આ ફિલ્મમાં તેની સામથે રોશન અબ્દુલ રઉફે તેની સાથે કામ કર્યુ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર