નવી દિલ્હીઃ મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વિરુદ્ધ હૈદરાબાદના જામિયાન નિજામિયા મદરેસાએ ફતવો જાહેર કર્યો હતો અને ફિલ્મ ડિરેક્ટર ઓમર લુલૂ વિરૂદ્ધ ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો કેસ દાખલ કર્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, ફિલ્મના ગીતથી મુસ્લિમ સમુદાયની ભાવનાઓ આહત થઇ છે. જ્યારે હવે આ મામલે પ્રિયા પ્રકાશે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પ્રિયાએ કહ્યું છે કે, "આ મામલો અભિવ્યક્તિની આઝાદીનો છે અને આ રીતે FIR દાખલ કરવાથી કોઈને પણ બોલાવાના હક્કનું હનન છે."
આપને જણાવી દઇએ કે આ ફિલ્મનું નામ 'ઓરુ અડાર લવ' છે. ફિલ્મનાં ગીતનાં બોલ 'માણિક્ય મલરાય પૂવી' છે. માણિક્ય મલરાય પૂવી રિલીઝ બાદ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું હતું અને યુટ્યૂબ પર આ સોંગને અત્યાર સુધી કરોડો વ્યૂ મળી ગયા છે. આ ફિલ્મ વર્ષના અંતમાં રિલીઝ થશે.
કેમ થયો હતો પ્રિયાની ફિલ્મના સોન્ગનો વિરોધ?
-હૈદરાબાદના બિઝનેસમેન ઝહીર અલી ખાન, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ મુકીથ ખાન અને અન્ય લોકોએ બુધવારે ફલકનુમા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં કહ્યું કે, લિરિક્સમાં એક પ્રકારે પયગંબર મોહમ્મદની પત્નીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે આપત્તિજનક છે.
-ઝહીર ખાને કહ્યું કે, ગીતના શબ્દોથી મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ ગીતને મૂવીથી હટાવવામાં આવે અથવા શબ્દોને બદલી નાખવામાં આવે. અમને એક્ટર્સ સામે કોઇ ફરિયાદ નથી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર