Prithviraj Release Date : 2021માં રિલીઝ થયેલી અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ 'સૂર્યવંશી'એ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો અને હવે અક્ષયની પીરિયડ ડ્રામા ફિલ્મ 'પૃથ્વીરાજ' (Prithviraj) ની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. દિગ્દર્શક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ફિલ્મ 10 જૂને (Prithviraj Release Date) રિલીઝ થશે. યશરાજ ફિલ્મ્સ હેઠળ બનેલી આ ફિલ્મથી મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લર (Manushi Chhillar) પહેલીવાર ફિલ્મી દુનિયાનો ભાગ બનવા જઈ રહી છે. યશરાજ બેનરની આ પ્રથમ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની વિજય ગાથાને પ્રેક્ષકોની સામે મૂકશે, જેઓ તેમની બહાદુરી માટે પ્રખ્યાત છે.
માનુષી છિલ્લર 'પૃથ્વીરાજ'માં સંયોગિતાના રોલમાં જોવા મળશે. સંયોગિતાના પાત્રને દર્શાવતી, સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, 'પ્રતિજ્ઞામાં અડગ, પ્રેમમાં પાવન એવી રાજકુમારી સંયોગિતા, ભારતનું ગૌરવ છે!'
માનુષી છિલ્લર
આ ફિલ્મમાં સોનુ સૂદ અને સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સોનુ સૂદ ચંદ્ર વરદાઈના રોલમાં જોવા મળશે. તેમના માટે લખવામાં આવ્યું છે કે, 'બુદ્ધિમાં બુધ, નીતિમાં ગુરુ, કાવ્યમાં કાલિદાસ, આવા મહાન કવિ ચંદ વરદાયને વંદન!'
સોનુ સૂદ
બીજી તરફ, સંજય દત્ત કાકા કાન્હની ભૂમિકામાં જોવા મળશે. આ માટે પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, 'વીરતામાં ભીમ, યુદ્ધના મેદાનમાં નરસિંહ, આવા સમ્રાટ પૃથ્વીરાજના કાકા અને જાગીરદાર, કાકા કાન્હનો વિજય થાય.' આ ચાર પાત્રોના મોશન માસ્ટર મેકર્સ દ્વારા રિલીઝ થયા છે.
સંજય દત્ત
આખરે, અક્ષય કુમારનું મોશન પોસ્ટર સામે આવ્યું છે, જેના કેપ્શનમાં લખ્યું છે કે, 'શક્તિમાં અર્જુન, પ્રતિજ્ઞામાં ભીષ્મ, જીવનમાં ક્યારેક આવા મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો રોલ કરવાનો મને લહાવો મળે છે.'
અક્ષય કુમાર
આ ફિલ્મનું ટીઝર ગયા વર્ષે નવેમ્બરમાં રિલીઝ થયું હતું. આ ફિલ્મની પહેલી રિલીઝ ડેટ આ વર્ષે જાન્યુઆરીમાં હતી, પરંતુ કોરોના વાયરસના વધતા પ્રસારને કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં 10 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર