Home /News /entertainment /

આ 5 કારણોથી અક્ષય કુમારની 'પૃથ્વીરાજ' BOX OFFICE પર કમાણીનાં તમામ રેકોર્ડ તોડી શકે છે!

આ 5 કારણોથી અક્ષય કુમારની 'પૃથ્વીરાજ' BOX OFFICE પર કમાણીનાં તમામ રેકોર્ડ તોડી શકે છે!

પૃથ્વીરાજ ફિલ્મ આ પાંચ કારણોના કારણે બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડી શકે છે

Prithviraj Release Date : પૃથ્વીરાજ ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar), માનુષી છિલ્લર (Manushi Chhillar) , સોનુ સૂદ (Sonu Sood) અને સંજય દત્ત (Sanjay Dutt) પણ એકદમ અલગ અંદાજમાં જોવા મળશે.

    Prithviraj Release Date : અક્ષય કુમાર (Akshay Kumar) પાસે આ વર્ષે ઘણી મોટી ફિલ્મો છે. અક્ષયની તાજેતરની ફિલ્મો 'સૂર્યવંશી' (Sooryavanshi) અને 'અતરંગી રે' (Atrangi Re) ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. તો, આ વર્ષે તેની ઘણી ફિલ્મો આવવાની છે, જેમાં 'રક્ષા બંધન', 'મિશન સિન્ડ્રેલા', 'બચ્ચન પાંડે', 'પૃથ્વીરાજ', 'રામ સેતુ' અને 'સેલ્ફી' સામેલ છે. તો, આજે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પૃથ્વીરાજ' (Prithviraj) ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

    અક્ષય કુમાર (Akshay Kumar) ની આ ફિલ્મમાં માનુષી છિલ્લર (Manushi Chhillar) , સોનુ સૂદ (Sonu Sood) અને સંજય દત્ત (Sanjay Dutt) પણ એકદમ અલગ અંદાજમાં જોવા મળશે. ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ આ વર્ષે 10 જૂને સિનેમાઘરોમાં દસ્તક આપવા જઈ રહી છે અને 'સૂર્યવંશી' જેવી કમાણીના મામલે અક્ષયની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી શકે છે. તો આવો જાણીએ તેની પાછળના પાંચ કારણો-

    1. મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પહેલીવાર અક્ષય કુમાર સાથે ફિલ્મ 'પૃથ્વીરાજ'માં જોવા જઈ રહી છે. માનુષી આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.

    2. આપણે જોઈ ચૂક્યા છીએ કે, ભારતીય ઐતિહાસિક ફિલ્મો ભલે તે બાજીરાવ મસ્તાની હોય, પદ્માવત હોય, પાણીપત હોય, મણિકર્ણિકા હોય કે તાનાજી હોય, તે તમામને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. આવી સ્થિતિમાં 'પૃથ્વીરાજ' પણ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવી શકે છે.

    3. છેલ્લા બે વર્ષના ઈતિહાસ પર નજર કરીએ તો અક્ષય કુમારની ફિલ્મો 'કેસરી', 'મિશન મંગલ', 'હાઉસફુલ 4', 'ગુડ ન્યૂઝ' બોક્સ ઓફિસ પર સતત સુપરહિટ સાબિત થઈ, જ્યારે 'લક્ષ્મી', ' સૂર્યવંશી અને 'બોલબોટમ'ની અસર દર્શકો પર પણ જોવા મળી હતી, તેથી આશા રાખી શકાય કે, અક્ષયની 'પૃથ્વીરાજ' પણ કમાણીના મામલે ઘણા રેકોર્ડ તોડી શકે છે.

    4. બીજી તરફ, માર્ચ 2020 થી કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લોકડાઉન પછી, સોનુ સૂદે જે રીતે જરૂરિયાતમંદોને ખુલ્લેઆમ મદદ કરી, તે લોકોનો મસીહા બની ગયો. દરેક ક્ષેત્રના લોકો સોનુને વાસ્તવિક જીવનનો હીરો કહે છે. આવી સ્થિતિમાં લોકડાઉન બાદ પહેલીવાર સોનુ સૂદ આ ફિલ્મ દ્વારા મોટા પડદા પર જોવા મળશે. આ પણ ફિલ્મના હિટ થવાનું એક કારણ હોઈ શકે છે.

    આ પણ વાંચોPrithviraj Release Date : Akshay Kumar ની 'પૃથ્વીરાજ' જૂનમાં રિલીઝ થશે, મહત્વના પાત્રોના First Look જાહેર

    5. ભારતીય ઐતિહાસિક પાત્રોની વાત કરીએ તો, આપણે ભારતના ઈતિહાસમાં પૃથ્વીરાજ ચૌહાણના યોગદાનને ભૂલી ન શકીએ. પૃથ્વીરાજ ચૌહાણ ચૌહાણ વંશના ક્ષત્રિય રાજા હતા, જેમણે 12મી સદીમાં અજમેર અને દિલ્હી પર શાસન કર્યું હતું અને મુહમ્મદ ઘોરી સામે લડ્યા હતા. અત્યાર સુધી આપણે ફક્ત પૃથ્વીરાજ વિશે જ વાંચતા આવ્યા છીએ, પરંતુ પહેલીવાર લોકો તેની સાથે જોડાયેલી વાર્તાઓ મોટા પડદા પર જોશે, તેથી અક્ષયની આ ફિલ્મ દર્શકોને પણ પસંદ આવી શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Akshay Kumar News, Manushi Chhillar, Sanjay Dutt, Sonu sood, અક્ષય કુમાર

    આગામી સમાચાર