બ્રિટનમાં બ્રેક્સિટ મુદ્દા પર પ્રધાનમંત્રી થેરેસા મેના રાજીનામા પછી બોરિસ જોહનસને નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીના આગામી નેતા તરીકે યોજાયેલી ચૂંટણીમાં તેમણે ઝેરેમી હંટને લગભગ 45,000 મતથી હરાવ્યા છે. બોરિસ જોહનસનનો ભારત સાથે ખૂબ ઊંડો સંબંધ છે. ભારતના જાણીતા લેખક પત્રકાર ખુશવંતસિંહ તેના સંબંધી પણ છે. એટલું જ નહીં બ્રિટનના આગામી પ્રધાનમંત્રી બોરિસ જોહનસનનો સંબંધ સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહ અને પુત્રી સારા ખાન સાથે જોડાયેલા છે.
બ્રિટનના પ્રધાનમંત્રીના સસરા છે ખુશવંત સિંહના નાના ભાઇ
પ્રખ્યાત ભારતીય પત્રકાર ખુશવંતસિંહના નાના ભાઈ દલજીત સિંહના લગ્ન એક શીખ મહિલાના દીપ સાથે થયા હતા. દલજિત સિંહ અને દીપની દીકરી મરીના બ્રિટનના નવા પ્રધાનમંત્રીની પત્ની બની. એટલું જ નહીં દીપની નાની બહેનના લગ્ન પણ ખુશવંત સિંહના નાના ભાઇ ભગવંતસિંહ સાથે થયા હતા.
ખુશવંત સિંહની ભત્રીજી છે અમૃતા સિંહ
ખુશવંત સિંહના સંબંધ સાથે બોરિસ જોહનસનો સંબંધ બોલિવૂડ સાથે પણ જોડાયેલો છે. હકીકતમાં સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહ ખુશવંત સિંહના પરિવારનો ભાગ છે. તેણી ખુશવંત સિંહની ભત્રીજી જેવી લાગે છે. આ સંદર્ભમાં બોરિસ જોહનસનનો સંબંધ અમૃતા સિંહ સાથે સારો રહ્યો છે. એટલું જ નહિ, અમૃતા અને સૈફની પુત્રી સારા અલી ખાનનો સંબંધ બોરિસ સાથે જોડાયેલો છે.
બોરિસ જોહનસ અનેક વખત ભારત આવતા હતા
બ્રિટનના આગામી પ્રધાનમંત્રી ભારત સાથે સારો સંબંધ છે. મરિનાથી અલગ થતાં તે અનેક વખત ભારતની મુલાકાત લેવા આવ્યા હતા.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર