Home /News /entertainment /વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'The Kashmir Files'ના કર્યા વખાણ, ફિલ્મના મેકર્સ પીએમને મળ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'The Kashmir Files'ના કર્યા વખાણ, ફિલ્મના મેકર્સ પીએમને મળ્યા

પીએમ મોદી સાથે ધ કાશ્મીર ફાઇલ્સના મેકર્સ

'ધ કાશ્મીર ફાઇલ્સ'ના (The Kashmir Files) ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી, નિર્માતા અભિષેક અગ્રવાલ અને અભિનેત્રી પલ્લવી જોશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમ મોદીએ કાશ્મીર નરસંહાર પર બનેલી આ ફિલ્મના વખાણ કર્યા અને આવા મહત્વપૂર્ણ મુદ્દા પર ફિલ્મ બનાવવા માટે નિર્માતાઓની પ્રશંસા કરી.

વધુ જુઓ ...
    'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) લાંબા સમયથી હેડલાઇન્સમાં છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો અને વિવેચકો બંને તરફથી પ્રશંસા મળી રહી છે. હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મના વખાણ કર્યા છે. ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક અભિષેક અગ્રવાલ અને વિવેક અગ્નિહોત્રી શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Pm Narendra Modi) મળ્યા હતા. અભિષેક અગ્રવાલ કહે છે કે કાશ્મીર નરસંહાર દરમિયાન કાશ્મીરી પંડિતોના હિજરત પર ફિલ્મ બનાવવાની હિંમત કરવા બદલ તેમને આશિર્વાદ આપ્યા.

    ફિલ્મના મેકર્સ મળ્યા પીએમ મોદીને


    અભિનેત્રી પલ્લવી જોષી, અભિષેક અગ્રવાલ અને વિવેક અગ્નિહોત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવ્યા હતા. કૃતજ્ઞતા વ્યક્ત કરતાં અભિષેકે વડાપ્રધાનનું અભિવાદન કર્યું. તેમણે ટ્વિટર પર વડાપ્રધાન સાથેની તેમની મુલાકાતની કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં તમામ સેલેબ્સ હસતા અને વડાપ્રધાન સાથે પોઝ આપતા જોઈ શકાય છે.

    આ પણ વાંચો -







    તસવીરો શેર કરતાં અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટમાં લખ્યું, “આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આનંદ થયો. 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે તેમની પ્રશંસા અને વિચારો આ બેઠકને વધુ વિશેષ બનાવે છે. અમે ક્યારેય પણ એક ફિલ્મને પ્રોડ્યુસ કરવા બદલ આટલો ગર્વ અનુભવ્યો નથી. આભાર મોદીજી."

    માનવીય પક્ષ દર્શાવે છે 'ધ કાશ્મીર ફાઇલ્સ'


    વિવેક અગ્નિહોત્રીએ ન્યૂઝ18ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “આ એક અકલ્પનીય માનવીય ત્રાસદી હતી. કોઈએ ક્યારેય આ વાર્તાની માનવીય બાજુ વિશે વાત કરી નથી. જ્યારે તમે આતંકવાદને સમાજમાં પ્રવેશવા દો છો ત્યારે તમે શું ગુમાવો છો તે વિશે કોઈએ ક્યારેય વાત કરી નથી. તમે ફક્ત જીવન નથી ગુમાવતા. તમે હજારો વર્ષનો સાંસ્કૃતિક વારસો ગુમાવો છો."

    આ પણ વાંચો - ઓડિશાના ધારાસભ્યએ ટોળા પર કાર ચઢાવી, 7 પોલીસકર્મીઓ સહિત BJP કાર્યકરો ઘાયલ

    આ ફિલ્મ હિંદુ-મુસ્લિમ વિશે નથી


    વિવેક અગ્નિહોત્રીએ આગળ કહ્યું, “તમે વિવિધતા ગુમાવો છો. કોનું નુકસાન છે? શું આ કાશ્મીરની હાર છે? કે પછી આ ભારતની હાર છે? અથવા તે માનવતાની ખોટ છે કે તમે આટલું મોટું જ્ઞાન ગુમાવ્યું? મારી ફિલ્મ આના જ વિશે છે. તે હિંદુ અથવા મુસ્લિમ વિશે નથી."
    Published by:Bhavyata Gadkari
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन