કિંગ્સ ઇલેવન પંજાબની માલિક પ્રિટી ઝિંટા કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા ઇન્દોરના ખજરાના ગણેશ મંદિરે પહોંચી હતી. સામાન્ય લોકોથી બચવા માટે પ્રિટી ઝિંટાએ દુપટ્ટો ઓઢ્યો હતો.
કિંગ્સ ઇલેવન પંજાબની માલિક પ્રિટી ઝિંટા કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા ઇન્દોરના ખજરાના ગણેશ મંદિરે પહોંચી હતી. સામાન્ય લોકોથી બચવા માટે પ્રિટી ઝિંટાએ દુપટ્ટો ઓઢ્યો હતો.
કિંગ્સ ઇલેવન પંજાબની માલિક પ્રિટી ઝિંટા કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા ઇન્દોરના ખજરાના ગણેશ મંદિરે પહોંચી હતી. સામાન્ય લોકોથી બચવા માટે પ્રિટી ઝિંટાએ દુપટ્ટો ઓઢ્યો હતો. જોકે, મંદિરમાં દર્શન માટે પહોંચેલા શ્રદ્ધાળુઓએ પ્રિટી ઝિંટાને ઓળખી કાઢઈ હતી. દર્શન માટે ઉભેલા કેટલાક લોકોએ તેમના મોબાઇલ ફોનમાં તસવીરો લેવાની કોશિશ કરી હતી. જોકે, પોતાની તસવીરો લેનાર લોકો ઉપર પ્રિટી ઝિંટા ભડકી હતી અને ધમકાવીને તસવીરો ન લેવા માટે કહ્યું હતું. પ્રિટી ઝિંટાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબે ઇન્દોરને પોતાનું બીજુ હોમ ગ્રાઉન્ડ બનાવ્યું છે. અહીં ખજરાના ગણેશ મંદિરથી ભારતીય ટીમના અનેક ક્રિકેટરો સાથે આસ્થા જોડાયેલી છે.
ઉલ્લેખનીય છે કે, આઈપીએલના 34મો મુકાબલો ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે થયો. આ મેચને મુંબઈ ઈન્ડિયન્સે 19 ઓવરના અંતે 06 વિકેટે જીતી લીધી છે.
કિંગ્સ ઈલેવન પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં 06 વિકેટના નુકશાને 174 રન બનાવ્યા છે. જેમાં પંજાબ તરફથી ક્રિસ ગેઈલે (50) શાનદાર ઈનિંગ રમતમાં 50 રન ફટકાર્યા હતા. તે ઉપરાંત લોકેશ રાહુલ 20, યુવરાજ 14, કરૂણ નાયર 23, અક્ષર પટેલ 13, મયંક અગ્રવાલ 11 અને મરક્સ સ્ટોનિસે 29 રનની ઈનિંગ રમી હતી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બેન કટિંગ, મકરંદ, હાર્દિક પંડ્યા, જસપ્રિત બૂમરાહ અને મિચેલ મેક્કલેઘનને એક-એક વિકેટ મળી હતી.
કિંગ્સ ઈલેવન પંજાબે આપેલ 175 રનના ટ્રાર્ગેટને મેળવવા માટે ઉતરેલ મુંબઈ ઈન્ડિયન્સે ધીમી પરંતુ મક્કમ શરૂઆત કરી હતી. મુંબઈને લેવિસ(10)ના રૂપમાં પહેલો ફટકો લાગ્યો હતો. જોકે, ઈશાન કિસન (25) અને સૂર્યકુમાર યાદવે (57) ટીમના સ્કોરને આગળ વધારતા 100 રને પહોંચાડી દીધો હતો. ત્યાર બાદ ઈશાન મુઝીબની ઓવરમાં આઉટ થઈ ગયો હતો. ઈશનની જગ્યા લેવા માટે હાર્દિક પંડ્યા મેદાનમાં ઉતર્યો હતો, ત્યાર થોડી જ વારમાં સૂર્યકુમાર યાદવ સ્ટોનિસની ઓવરમાં કેચ આઉટ થઈ ગયો. આમ મેદાનમાં બે નવા બેટ્સમેનના રૂપમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા ઉતર્યા હતા. જોકે, હાર્દિક પંડ્યા 13 બોલમાં 23 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. હાર્દિકની જગ્યા લેવા માટે કૃણાલ પંડ્યા મેદાનમાં ઉતર્યો હતો. કૃણાલે આવતાની સાથે જ આક્રમક રમત દર્શાવી હતી. કૃણાલ પંડ્યાએ માત્ર 11 બોલમાં 33 રન ફટકારીને મેચની તસવીર બદલી નાંખી હતી. જ્યારે રોહિત શર્માએ 15 બોલમાં 24 રન બનાવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર