પંજાબ કિંગ્સે 'શાહરુખ ખાન'ને ખરીદ્યા બાદ પ્રીતિ ઝીન્ટાએ આપ્યું ગજબનું રિએક્શન

પંજાબ કિંગ્સે 'શાહરુખ ખાન'ને ખરીદ્યા બાદ પ્રીતિ ઝીન્ટાએ આપ્યું ગજબનું રિએક્શન
પ્રિટી ઝિન્ટાનું ગજબનું રિએક્શન

IPL 2021ની હરાજી દરમિયાન પંજાબ કિંગ્સની સહ માલિક પ્રીતિ ઝિન્ટાએ તેની ટીમ માટે ઓલરાઉન્ડર શાહરુખ ખાનને 5.25 કરોડમાં ખરીદ્યા બાદ ચિચિયારીઓ પાડી હતી.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પંજાબ કિંગ્સ દ્વારા ખાનને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ સામે લેવામાં આવ્યો હતો. બોલીને પગલે ઉત્સાહિત પ્રીતિ કોલકાતા નાઈટ રાઇડર્સના ટેબલ તરફ વળી અને ચીસો પાડી કહ્યું કે, "અમને શાહરૂખ મળ્યો". IPL ઓક્શન દરમિયાન બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની ટીમ કેકેઆરના ટેબલ પર શાહરુખ ખાનના મોટા દીકરા આર્યન ખાન હતો.

  શાહરૂખ ખાન 25 વર્ષીય મિડલ ઓર્ડરનો બેટ્સમેન છે, જે ટી-20માં ખૂબ મહત્વનો છે. તેણે 2018માં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી સાથે ટી-20માં પદાર્પણ કર્યું હતું. ખાનને તામિલનાડુ પ્રીમિયર લીગમાં રમતા તેની કુશળતા માટે ધ્યાનમાં આવ્યો હતો. આકસ્મિક રીતે ખાનનું નામ બોલિવૂડના સુપરસ્ટાર અને કેકેઆરના સહ-માલિક શાહરૂખ ખાનનું નામ છે.  આ વર્ષના આઈપીએલમાં બે શાહરૂખ છે, તે બાબત ઇન્ટરનેટમાં ધ્યાન પર ન હતી અને ત્યારે શાહરૂ ખાનને લઈને પ્રીતિનો ખૂબ જ સ્પષ્ટ ઉત્સાહ ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.

  આઈપીએલના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલે ઝિન્ટાની પ્રતિક્રિયાને તેમના પેજ પર કેપ્શન સાથે લખ્યું છે, "જ્યારે તમે તમારી સાઈડ ચોક્કસ 'શાહરૂખ ખાન' મેળવો છો".

  પંજાબ કિંગ્સે પણ એસઆરકે મીમ દ્વારા સંયોગ વિશે ટ્વીટ કર્યું હતું. વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણાએ મિમ પણ બનાવવાનું શરૂ કર્યું છે.

  પંજાબ કિંગ્સના સુકાની કે.એલ.રાહુલનું માનવું છે કે તેની ટીમમાં હાલમાં કેટલાક મુખ્ય ભાગોમાં કમી છે. ખાસ કરીને એક ફાસ્ટ બોલર અને મધ્યમ ક્રમનો બેટ્સમેન જે તેમને જીતી અપાવી શકે છે. પંજાબ કિંગ્સે 2020ની સીઝન સારી રીતે શરૂ કરી હતી. પરંતુ ઘણી બધી મેચ ગુમાવી દીધી હતી અને પરિણામે પ્લેઓફ્સથી ચૂકી ગઈ હતી.

  માલિક પ્રીતિ ઝિન્ટાએ પણ હરાજી માટે મોટું પર્સ રાખવાના દબાણ અને તેઓ કેવી રીતે હરાજીના 2021ના સંસ્કરણ વિશે વાત કરી હતી.
  Published by:Margi Pandya
  First published:February 19, 2021, 16:29 pm

  ટૉપ ન્યૂઝ