એન્ટરટેઇનમેન્ટે ડેસ્ક: ટીવી એક્ટ્રેસ પ્રિટી તલરેજા (Preity Talreja)એ તેનાં પતિ અભિજીત પેટકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પ્રિટીએ તેનાં પતિ પર મારપીટનો આરોપ ઉપરાંત ધર્માતરણ, શારીરિક અને માનસિક શોષણનો આોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) પર તેણે તેની સાથે ઘરેલૂ હિંસા અને મારપીટનો ઉલ્લેખ કર્યો છે. પ્રિટીનો આરોપ છે કે તેણે આ પહેલાં પણ પોલીસ ફરિયાદ કરી હતી પણ પોલીસે કોઇ કાર્યવાહી નહોતી રી. જે બાદ તેણે સોશિયલ મીડિયા પર CM ઉદ્ધવ ઠાકરે અને PMOને ટેગ કરતાં પોતાની આપવિતી જણાવી હતી. જોકે હવે ખડકપાડા કલ્યાણ પોલીસે પ્રિટીની ફરિયાદ પર પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
પ્રિટી તલરેજા (Preity Talreja)ની સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો છે. જેમાં તેનાં ચહેરા પર મારપીટનાં નિશાન દેખાય છે. એટલું જ નહીં તેણએ આ મામલે ઘણી વાતો પણ લખી છે. પ્રિટી તલરેજાએ તેનાં પતિ વિરુદ્ધ ખડકપાડા કલ્યાણ પોલીસમાં જે ફરિયાદ દાખલ કરી છે તેની કોપી સુમન હોલેએ શેર કરી છે.
ખરેખરમાં પ્રિટીએ અભિજીત પેટકર નામથી જિમ ઓનર સાથે 3 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતાં. તેની પોસ્ટ પ્રિટીએ ઉલ્લેખ કર્યો છે કે, તેનો પતિ અભિજીત મુસ્લિમ છે અને બંનેનાં લગ્ન મસ્જિદમાં થયા હતાં. મુસ્લિમ કાયદા હેઠળ મસ્જિદથી તેને સર્ટિફિટેક નહોતું આફવામાં આવ્યું, ત્યારે અભિજીતે પ્રિટીને ધર્મ બદલવાની માંગ કરી હતી અને તેની સાથે મારઝૂડ કરી હતી.
એક્ટ્રેસ તેની પોસ્ટમાં લખ્યું છે કે, તેનાં પતિએ લીગલ ડોક્યૂમેન્ટ્સમાં તેનું નામ અભિજીત પેટકર લખ્યું છે. તે મને ત્રણ વર્ષથી પ્રેમનાં નામે છેતરી રહ્યો છે. તેણે સવાલ કરતાં લખ્યું કે, શું સારા ભવિષ્ય માટે કોઇને પ્રેમ કરવો કે તેનાં પર વિશ્વાસ કરવી ભૂલ છે. આપને જણાવી દઇએ કે, પ્રિટી સતત સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ પાસે મદદ માંગી રહી છે.
Published by:Margi Pandya
First published:January 09, 2021, 14:19 pm