NUSRAT JAHANએ બેબી બંપ ફ્લોન્ટ કરતાં તેની નવી તસવીરો શેર કરી

નુસરત જહાંએ શેર કરી તસવીર

બંગાળી ફિલ્મોની એક્ટ્રેસ નુસરત જહાં (Nusrat Jahan)એ તેનાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ત્રણ તસવીરો શેર કરી છે જેમાં તે મિકી માઉસને ઓર્ડ સેટ પહેરેલી નજરઆવી રહી છે. નુસરતે તસવીર શેર કરી લખ્યુ છે કે, 'ચલો પક્ષીનાં ખોવાયેલાં ઘરનું માર્ગદર્શન કરીએ.'

  • Share this:
    કોલકાત્તા: શું આપનાં ઇન્સ્ટાગ્રામ પર બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં (Nusrat Jahan)ની લેટેસ્ટ પોસ્ટ જોઇ છે? જો આપે નથી જોઇ તો આપને જણાવી દઇએ કે, એક્ટ્રેસે શનિવારે (26 જૂન)નાં ઇન્સ્ટાગ્રામ પર તસવીરોનો એક સેટ શેર કર્યો છે. જેમાં તે તેનું બેબી બંપ ફ્લોન્ટ કરતી નજર આવે છે. તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને એક્ટ્રેસ પહેલી વખત ગર્ભવતી છે. નુસરત જહાંએ તેનાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં તે મિકી માઉસ કો-ઓ્ડ સેટ પહેરેલી નજર આવે છે. નુસરતે આ તસવીરો શેર કરતાં લખ્યું છે. 'ચલો પક્ષીનાં ખોવાયેલાં ઘરનું માર્ગદર્શન કરીએ.'

    આ પણ વાંચો- યમુનામાં તરતી મળી સો.મીડિયા ફેઈમ હિમાંશીની લાશ, પરિવારે લખાવી હતી ગુમ થયાની ફરિયાદ

    નુસરત જહાંએ 19 જૂન 2019નાં બિઝનેસમેન નિખિલ જૈન (Nikhil Jain) સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, ગત કેટલાંક મહિનાઓથી નુસરત તેનાં બ્રેકઅપ અને કથિત લિંક અપ અફવાઓને કારણે ચર્ચામાં છે. નુસરતે આ અફવાઓ અંગે આ મહિનાની શરૂઆતમાં એક નિવેદન આપ્યું અને તમામ અટકળોને વિરામ આપી છે. નિવેદનમાં તેમણે ખુલાસો કર્યો હતો કે, પતિ નિખિલ જૈનની સાથે તેનાં લગ્ન ભારતીય કાયદા હેઠળ માન્ય નથી. એક્ટ્રેસે આરોપ લગાવ્યો કે, તેનો સામાન, જેમ પારિવારિક આભૂષણ અને અન્ય સંપત્તિ, ગેરકાયદે રૂપે પરત લેવામાં આવી છે. તેણે આ દાવો પણ કર્યો હતો કે, તેની જાણકારી વગર તેનાં વિભિન્ન બેંક ખાતામાં રાખવામાં આવેલાં પૈસાનો ખોટી રીતે ઉપયોગ કરાવામાં આવ્યો છે.








    View this post on Instagram






    A post shared by Nusrat (@nusratchirps)






    નિખિલની સાથે તેણે તેનાં સંબંધોમાં ખટાસની ખબરોની સાથે સાથે એક્ટ્રેસની પ્રેગ્નેન્સી અંગે પણ જાત જાતનાં કયાસ લગાવવામાં આવી રહ્યાં હતાં. મિત્રોની સાથે નુસરત જહાંની એક વાયરલ તસવીરે તમામઅફવાઓ પર વિરામ લગાવી દીધી છે.

    આ પણ વાંચો- અર્જુન કપૂરનાં જીવનથી જોડાયેલી 10 ખાસ વાતો, મલાઇકા પહેલાં તેની Ex નણંદને કરી ચુક્યો ડેટ

    ફોટોમાં એક્ટ્રેસ વ્હાઇટ ડ્રેસમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી નજર આવે છે. નુસરત જહાં એક લોકપ્રીય બંગાળી એક્ટ્રેસ છે. તેનાં અસુર, એસઓએસ કોલકાત્તા, ક્રિસક્રોસ, બોલો દુગ્ગા મેકી, હરિદા બંદવાલા જેવી અનેક બંગાળી ફિલ્મોમાં તે નજર આવી ચૂકી છે. નુસરતે જૂન 2019માં જ લોકસભા સભ્ય તરીકે શપથ લીઘી હતી.
    Published by:Margi Pandya
    First published: