પ્રેગ્નેન્ટ કરીના કપૂરે શેર કરી પિંક લિપસ્ટિકમાં સેલ્ફી, ફેન્સે કહ્યું- 'ડરાવી દીધા તમે તો'

કરિના કપૂર ખાન, એક્ટ્રેસ

સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) એ તેની તસવીર શેર કરતાં લખ્યું છે, 'પાલમપુરમાં પિંક'

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કરિના કપૂર ખાન (Kareena Kapoor Khan) બીજી વખત માતા બનવા જઇ રહી છે. અને દીકરા તૈમૂર અલી (Taimur Ali Khan)ની સાથે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં છે. સોશિયલ મીડિયા (Social Media) પર કરિના ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે તેની એક તસવીર શેર કરી છે. જેનાં પર લોકો ખુબ બધી કમેન્ટ કરી રહ્યાં છે. આ તસવીરમાં કરિના કપૂર ક્લોઝ અપ સેલ્ફી લેતી નજર આવે છે. એક્ટ્રેસે આંખમાં ડાર્ક કાજલ લગાવી છે અને હોઠ પર પિંક લિપસ્ટિક લગાવી છે.

  સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) તેની તસવીર શેર કરતાં લખ્યુ છે કે, 'પાલમપુરમાં પિંક' કરિનાની આ તસવીર પર લોકો ખુબ બધી કમેન્ટ કરી રહ્યાં છે. કેટલાંક લોકોને આ તસવીર ખુબ પસંદ આવી રહી છે તો કેટલાંક તેનાં પર એવી કમેન્ટ કરી રહ્યાં છે કે, આ શું છે... તમે તો ડરાવી જ દીધા...
  આપને જણાવી દઇએ કે, કરિના કપૂર ખાનની આ તસવીર પર અનન્યા પાંડે, અમૃતા અરોરા, માહીપ કપૂર, સીમા ખાન, તમન્ના ભાટિય અને સૌનલ ચૌહાણે લાઇક કરી છે. અને કમેન્ટમાં બ્યૂટિફૂલ, ગોર્જિયસ જેવી કમેન્ટ પણ કરી છે.

  કરિના કપૂર ખાનનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો કરિના આમિર ખાનની સાથે લાલ સિંહ ચડ્ડામાં નજર આવવાની છે. આ ફિલ્મમાં કરિના લિડ રોલમાં નજર આવશે. આ સાથે જ તે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટમાં પણ નજર આવી રહી છે.
  Published by:Margi Pandya
  First published: