Home /News /entertainment /Alia Bhatt Video: પેપરાઝી પર ભડકી પ્રેગ્નેન્ટ આલિયા ભટ્ટનો વીડિયો, નાનકડી વાત પર આપ્યું રિએક્શન

Alia Bhatt Video: પેપરાઝી પર ભડકી પ્રેગ્નેન્ટ આલિયા ભટ્ટનો વીડિયો, નાનકડી વાત પર આપ્યું રિએક્શન

...અને ગુસ્સે થઇ ગઇ આલિયા ભટ્ટ

Alia Bhatt Spotted Video: આલિયા ભટ્ટનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સામે આવેલાં આ વીડિયોમાં આલિયાનાં બેબી બમ્પથી વધુ ચર્ચા તેનાં રિએક્શન અને એક્સપ્રેશનની થઇ રહી છે.

    Alia Bhatt Viral Video: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં તેની પહેલી પ્રેગ્નેન્સી એન્જોય કરી રહી છે. આ સાથે એક્ટ્રેસ વર્ક ફ્રન્ટમાં પણ ખુબજ એક્ટિવ છે. દરરોજ આલિયા ભટ્ટની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સામે આવતા રહે છે. જેમાં આલિયાનું બેબી બંપ અને લૂક ચર્ચામાં છે. હવે એખ વખત ફરી આલિયા ભટ્ટનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

    ભડકી આલિયા
    સામે આવેલાં આ વીડિયોમાં આલિયાનાં બેબી બમ્પથી વધુ તેનાં રિએક્શન અને એક્સપ્રેશન મુદ્દે ચર્ચાઓ થઇ રહી છે. વીડિયોમાં આપ જોઇ શકો છો કે, આલિયાને જોવા માટે ઘણાં સમયથી રાહ જોઇ રહ્યાં હતાં. પેપરાઝી તેને જોતા જ ખુબજ ઉત્સુક થઇ ગયા હતાં. એવામાં ઉતાવળે એક પેપરાઝીનો પગ લપ્સી ગયો હતો. આળિયા આ જોતાજ તેને સંભાળવાની ચેતાવણી આપે છે. અને વીડિયોમાં આપ જોઇ શકો છો કે, જેમ પેપરાઝીનો પગ લપસે છે આલિયા જોરથી બૂમ પાડતી સંભળાય છે 'સંભાળીને..'




    આલિયા ભટ્ટનો લૂક
    સોશિયલ મીડિયા પર આલિયાનો આ વીડિયો ઘણો જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ સાથે જ નેટિઝ આલિયાનાં કેરિંગ અંદાજનાં પણ વખાણ કરી રહ્યાં છે. આલિયાનાં લૂકની વાત કરીએ તો તે વન પીસ અને સ્નીકર્સમાં નજર આવી રહી છે. અને ખુબજ સુંદર દેખાઇ રહી છે.

    આ પણ વાંચો- લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની નેટવર્થથી માંડી કાર કલેક્શન સુધી, અહીં જાણો સંપૂર્ણ માહિતી

    રણબીર કપૂર સાથે સ્પોટ થઇ આલિયા ભટ્ટ
    આ પહેલાં આલિયા રણબીર કપૂર (Ranbir Kapoor) સાથે ધર્મા પ્રોડક્શનની ઓફિસની બહાર નજર આવી હતી. આ દરમિયાન આલિયા ભટ્ટ કલરફૂલ વનપીસમાં નજર આવી તો રણબીર સફેદ રંગનાં પુલોવરની સાથે ટ્રાઉઝર પહેરેલી નજર આવી. આપને જણાવી દઇએ કે, આલિયા અને રણબીર પહેલી વખત એક સાથે 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મમાં આ બંને ઉપરાંત અમિતાભ બચ્ચન અને મૌની રોય છે. ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યો છે. આ ફિલ્મ 9 સ્પટેમ્બરનાં બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. આ ફિલ્મનાં પ્રમોશનમાં આલિયા અને રણબીર લાગી ગયા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Alia Bhatt, Ranbir Kapoor, વાયરલ વીડિયો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन