Home /News /entertainment /પ્રવિણ કુમાર સોબતીની એથલીટથી લઈ 'મહાભારત'ના ભીમ બનવા સુધીની સફર, રાજકારણમાં પણ અજમાવ્યો હતો હાથ

પ્રવિણ કુમાર સોબતીની એથલીટથી લઈ 'મહાભારત'ના ભીમ બનવા સુધીની સફર, રાજકારણમાં પણ અજમાવ્યો હતો હાથ

મહાભારત ભીમ - પ્રવિણ કુમાર

Praveen Kumar Passes Away : પ્રવીણ કુમાર સોબતી પ્રખ્યાત ખેલાડી હતા. આંતરરાષ્ટ્રીય ખેલાડી પ્રવીણ હેમર અને ડિસ્કસ થ્રોના મહાન ખેલાડી હતા. એથલીટ પ્રવીણે ચાર વખત એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

  Praveen Kumar Passes Away : બીઆર ચોપરા (B R Chopra) ની ફેમસ સીરિયલ 'મહાભારત' (Mahabharat) સાથે જોડાયેલા અનેક પાત્રોમાં ગદાધારી ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીએ ખાસ ઓળખ બનાવી હતી. અભિનેતા-રાજકારણી લઈ સ્પોર્ટ્સ પર્સન રહી ચુકેલા પ્રવિણ કુમારના મૃત્યુના સમાચારે તેમના ફેન્સને નિરાશ કર્યા છે. આ ઉપરાંત, એ સાંભળીને પણ ખૂબ દુઃખ થાય છે કે પ્રવીણ, જેમણે વિવિધ ક્ષેત્રોમાં આટલું લાંબું અને તેજસ્વી કાર્ય કર્યું છે, તેમ છતાં તે જીવનના અંતિમ તબક્કે આર્થિક તંગીથી પરેશાન રહ્યા.

  પ્રવીણે બીએસએફની નોકરી છોડીને એક્ટિંગને કરિયર બનાવ્યું

  પ્રવીણ કુમાર સોબતી પ્રખ્યાત ખેલાડી હતા. આંતરરાષ્ટ્રીય ખેલાડી પ્રવીણ હેમર અને ડિસ્કસ થ્રોના મહાન ખેલાડી હતા. એથલીટ પ્રવીણે ચાર વખત એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમણે બે વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. અર્જુન એવોર્ડ વિજેતા પ્રવીણને રમતગમતના કારણે BSFમાં ડેપ્યુટી કમાન્ડન્ટની નોકરી મળી હતી.

  'મહાભારત'ના ભીમ પાત્રથી મળી ખ્યાતી

  BSFમાં કમાન્ડન્ટ પ્રવીણ કુમાર સોબતીના મોટા કદને કારણે તેમને એક્ટિંગની દુનિયામાં કામ મળ્યું, તો સારી નોકરી છોડીને શોબિઝમાં ઝંપલાવ્યું. પ્રવીણને સૌથી પહેલા ડાયરેક્ટર રવિકાંત નાગાયચ દ્વારા કામ આપવામાં આવ્યું હતું. આ પછી તેમણે 'રક્ષા', 'યુદ્ધ', 'ઈલાકા', 'મોહબ્બત કે દુશ્મન' જેવી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેમને સીરિયલ 'મહાભારત'માં ગદાધારી ભીમના રોલથી ખ્યાતિ મળી. આ રોલને કારણે પ્રવીણને આજે પણ યાદ કરવામાં આવે છે. આ સિવાય પ્રવીણને ચાચા ચૌધરીના પાત્ર સાબુના રોલમાં પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

  પ્રવીણે AAPની ટિકિટ પર ચૂંટણી પણ લડી હતી

  ખિલાડી, અભિનેતા પ્રવીણ કુમાર સોબતીએ પણ રાજકારણમાં હાથ અજમાવ્યો હતો. પંજાબના રહેવાસી પ્રવીણને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે રાજકારણમાં આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે પ્રવીણે ના પાડી દીધી હતી. જ્યારે કેજરીવાલે તેમને કહ્યું કે દેશનું ભલું કરવા માટે સારા લોકોએ રાજકારણમાં આવવું જોઈએ, તો તેઓ સંમત થયા. પ્રવીણ આમ આદમી પાર્ટીની ટિકિટ પર વજીરપુર વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ જીતી શક્યા ન હતા. પ્રવીણને રાજકારણ પસંદ નહોતું.

  આ પણ વાંચોBollywood Interesting Story : બોલિવુડમાં નંબર-1 ગણાતા આ સિંગર્સ, જે સિંગિંગ શોમાં કઈં નતા ઉકાળી શક્યા

  પ્રવીણે સરકારને પેન્શન માટે અપીલ કરી

  પ્રવીણની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, ભૂતકાળમાં તેમણે સરકારને આર્થિક મદદ માટે અપીલ કરી હતી. 'ભીમ'એ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, 'એશિયન ગેમ્સ રમનારા કે મેડલ જીતનારા તમામ ખેલાડીઓને પેન્શન આપવામાં આવે છે પરંતુ હું તેનાથી વંચિત રહી ગયો હતો. આ ઉંમરે તબિયત સારી નથી. કરોડરજ્જુની સમસ્યા છે. પત્ની સંભાળ કરે છે, દીકરી પરણી ગઈ છે. તે સમયે ભીમને બધા ઓળખતા હતા પણ હવે બધા ભૂલી ગયા છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bhim, Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Mahabharat

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन