Pratyusha Banerjee B'Day: પ્રત્યુષા બેનર્જીની મોતનું રહસ્ય હજુ સુધી નથી ઉકેલાયું, છે ઘણાં સવાલો
Pratyusha Banerjee B'Day: પ્રત્યુષા બેનર્જીની મોતનું રહસ્ય હજુ સુધી નથી ઉકેલાયું, છે ઘણાં સવાલો
File Photo
પ્રત્યુષા બેનર્જીનો (Pratyusha Banerjee) જન્મ 10 ઓગસ્ટ 1991 ના રોજ ઝારખંડના જમશેદપુરમાં થયો હતો. બાદમાં એક્ટ્રેસે ટીવી અને ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઈ આવી હતી. તેમના પિતાનું નામ શંકર અને માતાનું નામ સૌમ્યા બેનર્જી છે
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જી (Pratyusha Banerjee)ઘરે ઘરે 'આનંદી' તરીકે ઓળખાતી થઈ. પ્રત્યુષા પણ આજે આપણી વચ્ચે નથી, છતાં લોકો હજુ પણ તેનો ચહેરો અને કામ યાદ રાખે છે. તેણીએ 1 એપ્રિલ 2016 ના રોજ દુનિયાને અલવિદા કહ્યું. પ્રત્યુષાનું (Pratyusha Banerjee Death Anniversary) મૃત્યુ આજે પણ રહસ્ય છે. આજે અભિનેત્રીનો જન્મદિવસ છે. એક્ટ્રેસના મૃત્યુથી ટીવી ઇન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો હતો.
પ્રત્યુષા બેનર્જીનો જન્મ 10 ઓગસ્ટ 1991 ના રોજ ઝારખંડના જમશેદપુરમાં થયો હતો. બાદમાં એક્ટ્રેસે ટીવી અને ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઈ આવી હતી. તેમના પિતાનું નામ શંકર અને માતાનું નામ સૌમ્યા બેનર્જી છે. પ્રત્યુષા બેનર્જીનું બિઝનેસમેન મકરંદ મલ્હોત્રા સાથે અફેર હતું, પરંતુ તેમના સંબંધો 2015 માં તૂટી ગયા. બાદમાં પ્રત્યુષા એક્ટર અને પ્રોડ્યુસર રાહુલ રાજ સિંહને ડેટ કરવા લાગી હતી. પ્રત્યુષાની આત્મહત્યા પાછળ ઘણા કારણો સામે આવ્યા. તેમાંનું એક કારણ તેના બોયફ્રેન્ડ રાહુલ રાજ સાથેના તેના ખરાબ સંબંધો હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રત્યુષા બેનર્જીના મોત બાદ રાહુલ એક્ટ્રેસનો મોબાઈલ લઈને ફરાર થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે રાહુલ જ પ્રત્યુષાને હોસ્પિટલ લઈ ગયા હતા. રાહુલ રાજે મુંબઈ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું હતું. જેમાં તેણે કહ્યું કે, 'હું ડરી ગયો હતો. જેથી પોલીસને જાણ કરી ન હતી. પ્રત્યુષા એક મહિનાથી તણાવમાં હતી આ કિસ્સામાં, દરેક કડી એક નવું રહસ્ય ખોલે છે.
તાજેતરમાં, રાહુલ રાજ સિંહે બિગ બોસ ફેમ વિકાસ ગુપ્તા પર આરોપ લગાવ્યો અને કહ્યું કે તેણે પ્રત્યુષાને ડેટ કરી હતી. વિકાસએ પ્રત્યુષા સાથેના સંબંધને પણ સ્વીકારી લીધો હતો. તેણે ઈટમ્સ સાથેની વાતચીતમાં આ ખુલાસો કર્યો. વિકાસએ કહ્યું કે તેણે બે મહિલાઓને ડેટ કરી છે અને તે પહેલા માત્ર તે બે મહિલાઓ જ તેના બાયસેક્સ્યુઅલ હોવા વિશે જાણતી હતી.
વિકાસે કહ્યું કે પ્રત્યુષાને જ્યારે અમે બ્રેકઅપ થયું ત્યારે આ વિશે ખબર પડી. તેણે કહ્યું કે બ્રેકઅપનું કારણ એ હતું કે કેટલાક લોકોએ તેની સાથે મારી બુરાઇ કરી હતી. પરંતુ હું તેની વિગતોમાં જવા માંગતો નથી, કારણ કે તે હવે આ દુનિયામાં નથી. પ્રત્યુષા બેનર્જીનો મૃતદેહ ઘરની છત પર પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. ઘટનાની પ્રાથમિક તપાસ બાદ પોલીસે તેને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો. પરંતુ દીકરીના મૃત્યુના 5 વર્ષ બાદ પણ પ્રત્યુષાના માતા -પિતા આ વાત સ્વીકારવા તૈયાર નથી કે તેમની દીકરીએ આત્મહત્યા કરી હોય. તેમને હજુ પણ લાગે છે કે તેની પુત્રીની હત્યા કરવામાં આવી છે. તે હજુ પણ પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે લડાઈ લડી રહ્યો છે. તેમણે કોર્ટના મામલામાં તેમનાં જીવનની બધી જ કમાણી બરબાદ કરી દીધી છે. પરિસ્થિતિ એ છે કે આજે પ્રત્યુષાનાં માતા પિતા એક રૂમમાં પોતાનું જીવન જીવી રહ્યાં છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર