Home /News /entertainment /TROLL અંગે પ્રતિક ગાંધીએ કહ્યું, જો રામ પર ફિલ્મ બનશે તો કોઈ કલાકાર તો તેમાં રાવણનું પાત્ર ભજવશે ને?

TROLL અંગે પ્રતિક ગાંધીએ કહ્યું, જો રામ પર ફિલ્મ બનશે તો કોઈ કલાકાર તો તેમાં રાવણનું પાત્ર ભજવશે ને?

પ્રતિક ગાંધી (Pratik Gandhi)પોતાની પહેલી હિન્દી ફિલ્મ ‘ભવાઈ’(Bhavai)માટે એક્સાઈટેડ છે

pratik gandhi film Bhavai- ‘રાવણ’ના પાત્રને કારણે પ્રતિક ગાંધીને ટ્રોલ કરવામાં આવ્યો હતો

  મુંબઈ : પ્રતિક ગાંધી (Pratik Gandhi)પોતાની પહેલી હિન્દી ફિલ્મ ‘ભવાઈ’(Bhavai)માટે એક્સાઈટેડ છે પરંતુ ફિલ્મ વિવાદમાં ફસાતાં એક્ટરે તેનો પ્રતિસાદ આપ્યો છે. પ્રતિક ગાંધીનું કહેવું છે કે, જો રામ પર કોઈ ફિલ્મ બને તો તેમાં કોઈ કલાકાર તો રાવણ બનશે જ ને. પ્રતિક ગાંધીને એ ખ્યાલ નથી કે એને કેવું લાગી રહ્યું હતું જ્યારે લોકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ (social media TROLL)કરવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે પ્રતિક ગાંધીની ‘ભવાઈ’ (Bhavai film)નામની હિન્દી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ‘સ્કૅમ 1992’ વેબ સિરીઝથી લોકપ્રિય થનારા ગુજરાતી અભિનેતાની ફિલ્મ ‘ભવાઈ’નું નામ અગાઉ ‘રાવણ લીલા’ (Raavan Leela)હતું પણ વિવાદ થતાં ટાઈટલ બદલવામાં આવ્યું. એટલું જ નહીં, ‘રાવણ’ના પાત્રને કારણે પ્રતિક ગાંધીને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

  પ્રતિક ગાંધીએ સ્પૉટબૉય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘હું માત્ર અભિનેતા છું જે ફિલ્મમાં પોતાનું પાત્ર ભજવે છે. એ મારું પાત્ર છે જે સ્ટેજ પર રાવણ બને છે. અને તેમાં ખોટું શું છે? તે કઈ રીતે કોઈની લાગણીને ઠેસ પહોંચાડી શકે છે? જો રામ પર કોઈ ફિલ્મ બને તો તેમાં કોઈ કલાકાર તો રાવણ બનશે જ ને?!’ પ્રતિકને આ વાત નવાઈ પમાડી રહી છે.

  પ્રતિક ગાંધીએ જણાવ્યું હતું કે, ‘કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચડાવી એવો અહીં કોઈ એજન્ડા નથી. અમે જવાબદાર અભિનેતાઓ અને ટેક્નિશિયન્સ છીએ. અમે જાણીએ છીએ કે શું કરવું જોઈએ અને શું નહીં. આ બધા બિનજરૂરી વિવાદોને લીધે અમે જે કંઈક અલગ રજૂ કરવા માગીએ છીએ તેના પર ખોટી અસર પડે છે. અમે બધા અહીં સાચી વસ્તુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.’

  આ પણ વાંચો - 55 વર્ષના મિલિંદ સોમનના આ અવતાર સામે ફેઇલ થઇ ગયા બોલીવૂડના તમામ સ્ટાર્સ

  અગાઉ હિન્દી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ કરી ચૂકેલ પ્રતીક ગાંધી ‘ભવાઈ’ ફિલ્મને લઈને એટલે પણ ઉત્સાહિત છે કેમકે તેની લીડ રોલમાં પહેલી હિન્દી ફિલ્મ છે. ભવાઈમાં પ્રતિક ગાંધી સાથે આન્દ્રિતા રૉય છે. બે થિએટરમાં કામ કરતા વ્યક્તિ વચ્ચેની પ્રણય-કહાની ‘ભવાઈ’માં દર્શાવવામાં આવશે. આ ફિલ્મ 1લી ઓક્ટોબરે રિલીઝ થશે. જોકે, આ ફિલ્મને રિલીઝ થતા પહેલા તેનું ટાઈટલ બદલાવવું પડ્યું છે.

  કેમ ટાઈટલ બદલવું પડ્યું?

  આ ફિલ્મ અગાઉ ‘રાવણલીલા’ નામથી રિલીઝ થવાની હતી. જોકે, લોકોની સામૂહિક પ્રતિક્રિયા અને વિરોધના કારણે નિર્માતાઓએ ફિલ્મનું નામ બદલીને ‘ભવાઈ’ કરવાનો નિર્ણય લીધો. ટ્રેલરમાં એક ડાયલૉગ હતો જે પણ દૂર કરવામાં આવ્યો છે. જેમાં પ્રતિક ગાંધીનું પાત્ર પૂછે છે કે, રાવણને ખરાબ કેમ માનવામાં આવે છે? જ્યારે કે તેના અને ભગવાન રામ બંને માટે પરિસ્થિતિ થોડી સરખી હતી. એ ડાયલૉગ પણ લોકોના રડારમાં આવી ગયો હતો.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Bhavai film, Pratik Gandhi, Social media, બોલિવૂડ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन