ગુજરાતી વેબ સિરીઝ 'વિઠ્ઠલ તિડી'નું ટ્રેલર રિલીઝ, જુઓ Pratik Gandhi નો દમદાર અંદાજ

પ્રિતક ગાંધીની વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

આ વેબ સિરીઝને અભિષેક જૈને ડિરેક્ટ કરી છે અને પ્રોડ્યુસ પણ તેનાં જ પ્રોડક્શન હાઉસ સિનેમેન પ્રોડક્શન દ્વારા કરવામાં આવી છે. આ વેબ સિરીઝમાં પ્રતિક ગાંધી ઉપરાંત શ્રદ્ધા ડાંગર, રાગી જાની, પ્રશાંત બારોટ, પ્રેમ ગઢવી, બિન્દ્રા ત્રિવેદી, જગજીત સિંહ વાઢેર મહત્વનાં રોલમાં છે. ફિલ્મમાં શ્રદ્ધા ડાંગરનો નાનકડો રોલ છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગુજરાતી વેબ સિરીઝ 'વિઠ્ઠલ તિડી'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ટ્રેલરમાં પ્રતિક ગાંધીનો દમદાર અંદાજ જોવા મળી રહ્યો છે. આ વેબ સિરીઝ OHO પ્લેટફર્મ પર જોવા મળશે. 7 મે, 2021નાં આ વેબ સિરીઝનો પહેલો ભાગ જોવા મળશે.

  આ વેબ સિરીઝને અભિષેક જૈને ડિરેક્ટ કરી છે અને પ્રોડ્યુસ પણ તેનાં જ પ્રોડક્શન હાઉસ સિનેમેન પ્રોડક્શન દ્વારા કરવામાં આવી છે. આ વેબ સિરીઝમાં પ્રતિક ગાંધી ઉપરાંત શ્રદ્ધા ડાંગર, રાગી જાની, પ્રશાંત બારોટ, પ્રેમ ગઢવી, બિન્દ્રા ત્રિવેદી, જગજીત સિંહ વાઢેર મહત્વનાં રોલમાં છે. ફિલ્મમાં શ્રદ્ધા ડાંગરનો નાનકડો રોલ છે.  કેવી રીતે જઇશ, બે યાર, રોંગ સાઇડ રાજૂ બાદ અભિષેક જૈન આ નવી વેબ સિરીઝ લઇને આવે છે જેમાં પણ તેમણે લિડ એક્ટર તરીકે પ્રતિકને જ પસંદ કર્યો છે. ત્યારે હવે તમે પણ જોઇ લો પ્રતિક ગાંધી અભિનિત 'વિઠ્ઠલ તિડી'નું આ દમદાર ટ્રેલર
  Published by:Margi Pandya
  First published: