Home /News /entertainment /

KBCનાં મંચ પર જ્યારે પ્રતીકે ભજવ્યું 'મોહનનો મસાલો' નાટકનો અંશ, બિગ બી થયા ભાવૂક

KBCનાં મંચ પર જ્યારે પ્રતીકે ભજવ્યું 'મોહનનો મસાલો' નાટકનો અંશ, બિગ બી થયા ભાવૂક

Big B સામે પ્રતિક ગાંધી ભજવ્યો મોહનનો મસાલોનો એક અંશ

સોની ટીવીનાં સૌથી પોપ્યુલર રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ 13માં (Kaun Banega Crorepati 13) બોલિવૂડ સેલિબ્રિટી પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi)અને પ્રતિક ગાંધી (Pratik Gandhi) શાનદાર શુક્રવારનાં એપિસોડમાં નજર આવ્યાં હતા.

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સોની ટીવીનાં સૌથી પોપ્યુલર રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ 13માં (Kaun Banega Crorepati 13) બોલિવૂડ સેલિબ્રિટી પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) અને આપણો ગુજરાતી એક્ટર જે હવે પોતાની અદાકારીથી હિન્દી સિનેમામાં પણ ડંકો વગાડે છે તે પ્રતિક ગાંધી (Pratik Gandhi) શાનદાર શુક્રવારનાં એપિસોડમાં નજર આવ્યા હતા. આ શોમાં ખાસ વાત એ થઇ કે, ગાંધી જયંતીનાં એક દિવસ પહેલાં જ પ્રતિકા ગાંધીએ આખી દુનિયાને તેનાં નાટક 'મોહનનો મસાલો'ની એક ઝલક નેશનલ ટીવી પર પરફોર્મ કરીને બતાવી.

  અમિતાભ બચ્ચને પ્રતીકને પૂછ્યું કે, તમારું નાટક મોહન નો મસાલો સુપરહિટ રહ્યું છે. તમારા આ નાટકનું નામ લિમ્કા બુકમાં નોંધાયેલું છે. આ અંગે પ્રતીકે કહ્યું કે, આપણે બધા મહાત્મા ગાંધીને આઝાદી માટે આંદોલન કર્યું તે સમયથી ઓળખીએ છીએ, પરંતુ મહાત્મા બનતા પહેલાંનાં મોહનને કોઇ ઓળખતું નથી. કોઈ ઓળખતું નથી. તો આ રીતે જ મારા મનમાં આ ખ્યાલ આવ્યો અને મે તે મારા ડિરેક્ટર મનોજ શાહ સાથે શેર કર્યો હતો. જે બાદ આ નાટક બન્યું.

  આ પણ વાચો-KBC 13: બિગ બીની સામે જ્યારે ગુજરાતીમાં પ્રતીક ગાંધીએ કહ્યું, 'આજે ખુશ તો બહુ હોઇશ તુ...'

  મોહનમાંથી મહાત્મા બનવાની સફર
  પ્રતીક ગાંધી જણાવે છે કે, મેં મારા ડિરેક્ટરને કહ્યું કે આપણે બધા સફળતામાં રસ ધરાવીએ છીએ પરંતુ સફળતાની પ્રક્રિયામાં કોઈને રસ નથી. હવે ગાંધીજીના કિસ્સામાં પણ એવું જ હતું. આપણે બધા તેમને મહાત્મા તરીકે ઓળખીએ છીએ પરંતુ તેઓ મહાત્મા તરીકે જન્મ્યા નથી. તે પહેલા મોહન હતા. મોહનમાં કેવી રીતે મહાત્માનો જન્મ થયો હતો. તે પણ એક જાણવાનો વિષય છે. તેની પાછળ જે સંઘર્ષ છે, મુશ્કેલીઓ છે, ડર છે. કોઈ તેનાં વિશે પણ વાત કરવું જોઇએ. મહાત્મા બનતા પહેલાં તેઓ એક સામાન્ય વ્યક્તિ હતાં. કારણ કે મહાત્માઓ જન્મ લેતા નથી તેઓ વર્ષોની તપસ્યાથી બનતા હોય છે. આ વિચારને ધ્યાનમાં રાખીને આખું નાટક તૈયાર કરવામાં આવ્યું હતું.
  પૃથ્વિ થિએટરમાં એક જ દિવસમાં ત્રણ ભાષાઓમાં ભજવાયું
  પ્રતીકે જણાવ્યું કે, તે આ નાટક ત્રણ ભાષાઓમાં કરે છે. અમે આ નાટક ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષાઓમાં કરીએ છીએ. વર્ષ 2016 માં અમે પૃથ્વીરાજ થિયેટરમાં આ નાટક એક જ દિવસમાં ત્રણેય ભાષાઓમાં ભજવ્યું હતું. આ પછી અમિતાભ બચ્ચન કહે છે કે, સાહેબ, જો તમે આટલું કહ્યું હોય તો એક ઉદાહરણ પણ બતાવો. જે બાદ પ્રતીકે શોમાં એક એક્ટ રજૂ કર્યો.  આ પણ વાંચો- બિગ બીને પગની આંગળી પર આવ્યું ફ્રેક્ચર, છતાં KBC 'નવરાત્રી સ્પેશિયલ એપિસોડ'નું કર્યું શૂટિંગ

  આ પણ વાંચો-Nia Sharma: મિની ડ્રેસમાં નિયા શર્માનો જોવા મળ્યો સેક્સી અવતાર, જુઓ PHOTOS

  પ્રતીક ગાંધી અને અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા
  પ્રતીક ગાંધીએ શોમાં દરેકને મહાત્મા ગાંધી ઉપર લખેલા નાટકની ઝલક બતાવી. આ નાટકનું નામ છે 'મોહનનો મસાલો' જે બાદ અમિતાભ બચ્ચન સાથે પ્રેક્ષકોમાં બેઠેલા દરેક ભાવુક થઈ ગયા. પ્રતીકના પર્ફોર્મન્સ બાદ બિગ બી પ્રતીક કહે છે, તમે બધાને ભાવુક કરી દીધા છે. જ્યારે પરફોર્મન્સ પત્યા બાદ પ્રતીકની આંખોમાં પણ ઝણઝણીયા આવી ગયા હતા.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published:

  Tags: Gandhi Jayanti Special, Kaun Banega Crorepati 13, Pratik Gandhi, અમિતાભ બચ્ચન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन