Home /News /entertainment /તમે જોયું કે નહીં પ્રતિક ગાંધીની નવી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર? બે મિનિટમાં હસી હસી થઇ જશો લોટપોટ
તમે જોયું કે નહીં પ્રતિક ગાંધીની નવી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર? બે મિનિટમાં હસી હસી થઇ જશો લોટપોટ
ફોટોઃ @pratikgandhiofficial
પ્રતિક ગાંધીએ તેની નવી કોમેડી ફિલ્મ 'વ્હાલમ જાઓને'નું ટ્રેલર રજૂ કર્યુ. ટ્રેલર જોઈને જ દર્શકો હસી હસીને થઈ ગયા લોટપોટ. આ તારીખે થિયેટરમાં જોવા મળશે ફિલ્મ.
અમદાવાદઃ થિયેટર ડ્રામાથી શરૂઆત કર્યા બાદ ફિલ્મ 'બે યાર'થી ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર પ્રતિક ગાંધી ફેન્સ માટે એક સારા સમાચાર લઈને આવે છે. 'સ્કેમ 1992' બાદ હવે તેના ફેન્સ ફક્ત ગુજરાતી ઈન્ડસ્ટ્રી સુધી સિમીત નથી રહ્યા. તેમના લાઇટરે સમગ્ર એન્ટરટેઇન્મેન્ટ જગતમાં ધમાકો કરી નાખ્યો હતો. હવે તે ફરીથી પ્રતિક ગાંધી આપણને ફરી એક નવી ફિલ્મ 'વ્હાલમ જાઓને'માં જોવા મળશે. જેનું ટ્રેલર તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે શેર કર્યુ છે. ફિલ્મ 4 નવેમ્બરે થિયેટરમાં જોવા મળશે.
આમતો તમે સૌ કોઈ 'વ્હાલમ' નામથી પરિચિત હશો. વ્હાલમ એટલે જે આપણને ખૂબ વ્હાલુ હોય તેનું વ્હાલસોયું નામ. પણ વળી આપણે જે આપણને ખૂબ વ્હાલુ હોય તેને આપણે જતું રહેવા માટે શા માટે કહીએ? આ વાત તો તમે ફિલ્મ જોઈને જ જાણી શકશો. પ્રતિક ગાંધી સાથે આ ફિલ્મમાં દિક્ષા જોશી પણ જોવા મળશે. પ્રતિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ટ્રેલર શેર કરવાની સાથે એક જોરદાર કેપ્શન લખીને લોકોને આ ફિલ્મ જોવા માટેનું આમંત્રણ આપ્યુ છે. કેપ્શનમાં લખ્યુ છે, 'મૂરતિયો છે મૂડ વગરનો! કન્યા છે કામ વગરની! ફેમિલી છે મેળ વગરની! કોમેડી છે લિમિટ વગરની! આપ સૌને છે ભાવભર્યુ આમંત્રણ, સહપરિવાર "વ્હાલમ જાઓને" ફિલ્મ જોવા થઈ જાવ તૈયાર!"
પ્રતિકના લખેલા કેપ્શન પરથી લાગી રહ્યુ છે કે, દર્શકો ફિલ્મ જોઈને હસી-હસીને લોટપોટ થઈ જવાના છે. જોકે, ટ્રેલર જોઈને પણ દર્શકો પોતાનું હાસ્ય કંટ્રોલ નથી કરી શકતાં. લોકોએ ટ્રેલર જોઈને ખૂબ જ કોમેન્ટ દ્વારા પ્રતિકને અભિનંદન આપ્યા છે. સાથે જ ફની ઇમોજી કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
ટ્રેલરમાં પ્રતિક ગાંધી સતત માર ખાતો જોવા મળી રહ્યો છે. દિશા સાથેનો તેનો મીઠો ઝઘડો પણ જોવા મળે છે. બંને એકબીજાથી એટલા કંટાળ્યા છે અને તેમની કેમિસ્ટ્રી જોઈને કોઈપણ તેમની હસી રોકી શકતા નથી. હવે ફિલ્મનાં નામ પ્રમાણે તેમના વ્હાલમ તેમની સાથે રહે છે કે છૂટા પડે છે તે 4 નવેમ્બરે જ ખબર પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર