Home /News /entertainment /પ્રતિક ગાંધીની ફિલ્મ 'રાવણલીલા'નું નામ બદલાયું, એક્ટરની ફિલ્મનું નામ છે- 'ભવાઇ'
પ્રતિક ગાંધીની ફિલ્મ 'રાવણલીલા'નું નામ બદલાયું, એક્ટરની ફિલ્મનું નામ છે- 'ભવાઇ'
પ્રતિક ગાંધીની ફિલ્મ 'રાવણલીલા'નું નામ બદલાયું
પ્રતિક ગાંધીની (Pratik Gandhi) ફિલ્મ 'રાવણલીલા'નું (Ravanleela) નામ બદલાઇને ભવાઇ (Bhavai) કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના લોકપ્રિય નાટક પરથી બનેલી ફિલ્મમાં પ્રતિક ગાંધી લીડ રોલમાં છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર પ્રતિક ગાંધીએ (Pratik Gandhi) ની આગામી ફિલ્મ રાવણલીલાના (Ravanleela) નામને બદલવાં અંગે ચાલતી અટકળો પર વિરામ લાગી ગયું છે. ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું છે. આ ફિલ્મનું નામ 'ભવાઇ' રાખવામાં આવ્યું છે, જેનાં પર પ્રતિકનું કહેવું છે કે, ભવાઇ રામ કે રાવણના પાત્રની વ્યાખ્યા નથી. આ ફિલ્મ 1 ઓક્ટોબર 2021નાં રિલીઝ થઇ રહી છે. જે થિએટરમાં રિલીઝ થશે.
પ્રતિક ગાંધીની (Pratik Gandhi) ફિલ્મ 'રાવણલીલા'નું (Ravanleela) નામ બદલાઇને ભવાઇ (Bhavai) કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના લોકપ્રિય નાટક પરથી બનેલી ફિલ્મમાં પ્રતિક ગાંધી લીડ રોલમાં છે. પ્રતિકની આ બોલીવૂડ ડેબ્યુ ફિલ્મ છે જેમાં તે લિડ રોલમાં નજર આવી રહ્યો છે. એક્ટર છેલ્લે '1992 સ્કેમ : ધ હર્ષદ મહેતા સ્ટોરી'માં દેખાયો હતો.
ફિલ્મ મેકર્સના કહ્યાં અનુસાર, નામમાં પરિવર્તન માટે તેમણે એટલે વિચાર્યુ કારણ કે કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો. પ્રતિક ગાંધીએ મંચના એક પાત્ર રાજારામ જોષીનું કેરેક્ટર પ્લે કર્યુ છે. જે રાવણ લીલામાં રાવણનું પાત્ર ભજવતો જોવા મળે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે રાવણલીલા તેની અંગત લાઇફ પર પણ અસર કરે છે. પ્રતિકે કહ્યું કે ભવાઇ તે રામ કે રાવણના પાત્રની વ્યાખ્યા નથી.
પ્રતિક ગાંધીની અન્ય એક ફિલ્મ ઓન ફ્લોર આ ફિલ્મ ઉત્તર પ્રદેશના એક નાના શહેર પર આધારિત ફેમિલી ડ્રામા હશે જેને પુલકિત ડિરેક્ટ કરશે. ખુશાલી કુમાર અને પ્રતિક ગાંધીએ હાલમાં જ મુંબઇમાં પોતાનો લૂક ટેસ્ટ આપ્યો હતો. ફિલ્મનું ટાઇટલ શું હશે તે હજુ સુધી નક્કી કરાયું નથી.
'1992 સ્કેમ: ધ હર્ષદ મહેતા સ્ટોરી' થી દેશભરમાં સફળતા પામેલા પ્રતિક ગાંધીએ પોતાની ડેબ્યુ ફિલ્મની જાહેરાત કરી દીધી છે. પ્રતિકની નવી ફિલ્મનું નામ રાવણ લીલા છે અને એક્ટરે પોતે જ આ જણાવ્યું છે કે, આ તેની કહ્યું છે કે આ તેમની પહેલી હિન્દી ફિલ્મ છે અને આ ફિલ્મથી જ તે હિન્દી ફિલ્મોમાં પોતાનું ડેબ્યુ કરશે.