Home /News /entertainment /

KBC 13: બિગ બીની સામે જ્યારે ગુજરાતીમાં પ્રતીક ગાંધીએ કહ્યું, 'આજે ખુશ તો બહુ હોઇશ તુ...'

KBC 13: બિગ બીની સામે જ્યારે ગુજરાતીમાં પ્રતીક ગાંધીએ કહ્યું, 'આજે ખુશ તો બહુ હોઇશ તુ...'

KBCનાં મંચ પર બિગ બી સાથે

Kaun Banega Crorepati 13 Shaandaar Shukravaar: શોમાં આજે અમિતાભ બચ્ચનની સામે હોટ સિટ પર આપણો ગુજરાતી લોક લાડિલો અને 'સ્કેમ 1992' વેબ સિરીઝનો એક્ટર પ્રતીક ગાંધી (Pratik Gandhi) જોવા મળશે. શોમાં તે તેનાં પાત્ર વિશે વાત કરતો અને અમિતાભ બચ્ચનનાં ડાયલૉગ્સ બોલતો નજર આવશે.

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝનનાં સૌથી પસંદીદા શો 'કૌન બનેગા કરોડપતિ 13'માં આજે શાનદારશુક્રવારનાં એપિસોડમાં પ્રતીક ગાંધી (Pratik Gandhi) અને પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) નજરઆવશે. આ શુક્રવારનાં અમિતાભ બચ્ચનની સાથે બંને કલાકાર કરોડપતિ બનવાં રમશે અને ખુબજ ધમાલ મસ્તી પણ કરશે.

  આ પણ વાંચો-Nia Sharma: મિની ડ્રેસમાં નિયા શર્માનો જોવા મળ્યો સેક્સી અવતાર, જુઓ PHOTOS

  આ દરમિયાન અમિતાભ બચ્ચન તેમની ફિલ્મ 'દિવાર'નો એક ડાયલૉગ બોલે છે જેને પ્રતિક ગાંધી ગુજરાતીમાં અને પંકજ ત્રિપાઠી બિહારીમાં બોલતા નજર આવે છે. જેનાં પર સૌ કોઇ તાળીઓનાં ગળગળાટથી બંને એક્ટરને વધાવી લે છે. બિગ બી બોલે છે, 'આજ ખુશ તો બહોત હોંગે તુમ.. જો આજ તક તુમ્હારે મંદિર કી સિડીયા નહીં ચડા..' જેનાં જવાબમાં પ્રતિક કહે છે, 'આજે ખુશ તો બહુ હોઇશ તુ...'
  પ્રતીક ગાંધીએ અને પંકજ ત્રિપાઠીએ જણાવી અંગત વાતો, સંઘર્ષથી સફળતા સુધી કેવાં હતાં દિવસો.. કેવો હતો પરિવાર અને પત્નીનો સાથ.. શું મહત્વ ધરાવે છે તેમની પત્ની તેમનાં જીવનમાં.
  પ્રતીકે શો દરમિયાન વાત કરતાં જણાવ્યું હતું કે, 'સર જ્યારે આ સીરીઝ માટે કિરદારની તૈયારીની વાત આવી તો સૌથી મોટી વાત એ હતી કે મારે આ વેબ સીરિઝ માટે ખુબ બધુ વજન વધારવું પડ્યું. મારે સૌથી પહેલાં 18 કિલો વજન વધારવું પડ્યું હતું. જે મારા માટે સૌથી મોટો પડકાર હતો. '
  બિગ બીએ તેને પુછ્યું કે, આ પાત્ર માટે તૈયાર થવામાં કેટલો સમય લાગ્યો? તો પ્રતીક ગાંઘીએ જણાવ્યું કે, 'સર મે આશરે 90 દિવસ સુધી શૂટિંગ કરી હતી. તૈયારીમાં દોઢ વર્ષ લાગી ગયું હતું. આ ઘણી લાંબી સિરીઝ છે તેમાં કૂલ 10 એપિસોડ છે.'

  આ પણ વાંચો- બિગ બીને પગની આંગળી પર આવ્યું ફ્રેક્ચર, છતાં KBC 'નવરાત્રી સ્પેશિયલ એપિસોડ'નું કર્યું શૂટિંગ

  ગુજરાતી સિનેમાનો જાણીતો એક્ટર છે પ્રતીક ગાંધી. તે છેલ્લાં 15 વર્ષથી એક્ટિંગ ફિલ્ડમાં છે. ગુજરાતી ફિલ્મો અને નાટકો કર્યા બાદ બોલિવૂડમાં તેની કિસ્મત ખુલી છે. અને 'સ્કેમ 19992'માં તેની અદાકારીનાં સૌ કોઇ ફેન થઇ ગયા છે. આ વેબ સિરીઝ ગત વર્ષે જ રિલીઝ થઇ હતી. આ સિરીઝ લોકોને એટલી પસંદ આવી ગઇ હતી કે પ્રતિક રાતો રાત છવાઇ ગયો હતો. આજે તેની પાસે હિન્દી ફિલ્મો અને વેબસિરીઝમાં પણ પુષ્કળ કામ છે. આ એક સીરિઝનાં દમ પર પ્રતીક ગાંધીએ ઘણાં એવોર્ડ્સ પોતાનાં નામે કરી લીધા છે. વાત કરીએ પંકજ ત્રિપાઠીની તો, પંકજ ત્રિપાઠીની એક્ટિંગનાં ફેન તો દુનિયાભરનાં લોકો છે. તેમણે મિર્ઝાપુરમાં તેમની અભિનય કૌશલનાં પારખાં કરાવી દીધા હતાં.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published:

  Tags: Kaun Banega Crorepati 13, Pankaj-tripathi, Pratik Gandhi, અમિતાભ બચ્ચન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन