Home /News /entertainment /

પદ્માવત વિવાદઃ પ્રસૂન જોશી JLFમાં નહીં જાય, કરણી સેનાએ આપી હતી ધમકી

પદ્માવત વિવાદઃ પ્રસૂન જોશી JLFમાં નહીં જાય, કરણી સેનાએ આપી હતી ધમકી

પ્રસૂન જોશી (ફાઈલ તસવીર)

ધમકી બાદ રાજસ્થાન પોલીસે પ્રસૂન જોશીને સુરક્ષાની પુરતી ખાતરી આપી હતી.

    જાણીતા લેખક તેમજ સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોશી આ વખતે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં સામેલ નહીં થાય. આ પહેલા તેઓ સમારંભમાં હાજર રહેવાના હતા, પરંતુ પદ્માવત ફિલ્મને લઈને કરણી સેના તરફથી મળી રહેલી ધમકીઓના પગલે તેઓ જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ નહીં લે.

    કરણી સેનાએ તેમને ધમકી આપી હતી કે, તેઓ પ્રસૂન જોશીને જયપુરમાં દાખલ થવા નહીં દે, કારણ કે તેમણે પદ્માવત ફિલ્મને રિલીઝ કરવા માટે મંજૂરી આપી હતી.

    ધમકી બાદ રાજસ્થાન પોલીસે પ્રસૂન જોશીને સુરક્ષાની પુરતી ખાતરી આપી હતી. જોકે, આખરે તેમણે જયપુર નહીં જવાનો નિર્ણય કર્યો છે. તેમનું કહેવું છે કે, તે પોતાના કારણે અન્ય કોઈને નુકસાન થાય તેવું નથી ઈચ્છી રહ્યા.

    પ્રસૂન જોશીએ આ અંગે એક સ્ટેટમેન્ટ આપ્યું છે. તેમનું કહેવું છે કે, 'હું આ વખતે JLFમાં ભાગ નથી લઈ રહ્યો. આ વખતે JLFમાં સાહિત્ય અને કવિતા પ્રેમિઓ સાથે ચર્ચા અને વિચારણા ન કરી શકવાનું મને દુઃખ રહેશે. હું નથી ઇચ્છતો કે મારા કારણે સાહિત્ય પ્રેમીઓ, આયોજકો અને લેખકોને કોઈ નુકસાન પહોંશે. આના કારણે આયોજન તેની મૂળ ભાવનાથી કોઈ બીજી તરફ જતું રહે તેવું હું નથી ઈચ્છી રહ્યો.'

    તેમણે વધુમાં કહ્યું હતું કે, 'જ્યાં સુધી ફિલ્મ પદ્માવતને મંજૂરી આપવાની વાત છે ત્યારે હું ફરીથી કહેવા માંગુ છું કે, આ ફિલ્મને નિયમોને આધિન તેમજ જ્યાં સુધી શક્ય હતું ત્યાં બધુ તમામ મંતવ્યોને સામેલ કરી, સકારાત્મક વિચાર અને ભાવનાઓ સાથે પ્રમાણિત કરવામાં આવી હતી. અમે પૂરી નિષ્ઠાથી નિર્ણય લીધો હતો.'

    પ્રસૂન જોશીએ વધુમાં કહ્યું કે, 'હવે થોડો વિશ્વાસ પણ રાખવો પડશે. એક-બીજા ઉપર, આપણી પોતાની બનાવેલી પ્રક્રિયા અને સંઓ પર વિશ્વાસ રાખવો પડશે. વાતચીતને વિવાદની જગ્યા આપવી પડશે, જેના કારણે ભવિષ્યમાં આપણે આ હદ સુધી જવાની જરૂર ન પડે.'
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Jaipur Literature, Karni Sena Threat, Prasoon Joshi, Prasoon Joshi not to visi JLF, Sensor board Chief

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन