Prasoon Joshi: એડવર્ટાઈઝમેન્ટ માટે જીંગલ લખનારા પ્રસૂન જોશીએ 'લજ્જા'થી કરી હતી ફિલ્મી સફરની શરૂઆત

પ્રસૂન જોશી (ફાઇલ તસવીર)

Prasoon Joshi 50th birthday: પ્રસૂન જોશી ઉત્તરાખંડથી આવે છે અને તેઓ કવિ બનવા માંગતા હતા. MBA પૂરું કર્યા બાદ તેમણે 10થી વધુ વર્ષો સુધી O&M (Ogilvy & Mather)માં કામ કર્યું.

  • Share this:
મુંબઈ: પ્રસિદ્ધ ગીતકાર, લેખક અને CBFCના પ્રમુખ પ્રસૂન જોશી (Prasoon Joshi) આજે તેમનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે હિન્દી સિનેમાને ઘણા ગીતો આપ્યા છે. તેમના ગીતો રિલીઝ થતાં જ સુપરહિટ સાબિત થાય છે. તેમણે પોતાના ગીતો માટે ઘણા એવોર્ડ્સ પણ જીત્યા છે. એડની સાથે બોલિવૂડમાં પોતાનું મહત્ત્વનું સ્થાન બનાવનાર પ્રસૂન જોશીને એડ-ગુરુ (Prasoon Joshi Ad guru) તરીકે પણ ઓળખાય છે. કેટલીકવાર તેઓ તેમના ગીતોથી લોકોને હસાવે છે અને ક્યારેક લોકોને ભાવુક બનાવે છે. પ્રસૂન જોશી દરેક પેઢીના દર્શકોમાં લોકપ્રિય છે અને તેમની વિશાળ ફેન ફોલોઈંગ છે.

MBA કરીને બન્યા એડ ગુરુ

પ્રસૂન જોશી ઉત્તરાખંડથી આવે છે અને તેઓ કવિ બનવા માંગતા હતા. MBA પૂરું કર્યા બાદ તેમણે 10થી વધુ વર્ષો સુધી O&M (Ogilvy & Mather)માં કામ કર્યું. જે બાદ પ્રસૂન જોશીએ આંતરરાષ્ટ્રીય એડ કંપની 'મેકએન એરિક્સન'માં કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું.

ટેગલાઇન માટે મળ્યા એવોર્ડ્સ

ઉલ્લેખનીય છે કે, પ્રસૂન જોશીને એડમાં બેસ્ટ ટેગ લાઈન માટે ઘણા એવોર્ડ પણ મળ્યા છે. 'ઠંડા મતલબ કોકા કોલા', 'ક્લોરમિન્ટ ક્યુ ખાતે હૈ? દોબારા મત પૂછના' આવી ઘણી બધી ટેગલાઈન પ્રસૂન જોશીએ લખી છે. પ્રસૂન જોશી કવિ બનવા માંગતા હતા, જેથી તેઓ હંમેશા લખવાના શોખીન હતા. માત્ર 17 વર્ષમાં તેમણે તેમનું પુસ્તક 'મેં ઔર વો' લખ્યું હતું. ધીરે ધીરે પ્રસૂન જોશી એડની દુનિયામાંથી ગીતો લખવાનું શરૂ કર્યું.

'લજ્જા' માટે લખ્યું હતું પહેલું ગીત

પ્રશૂન જોશીએ રાજકુમાર સંતોષીની ફિલ્મ 'લજ્જા' માટે ગીતકાર તરીકે પહેલું ગીત લખ્યું હતું. જે બાદ પ્રસૂન જોશીએ 'હમ તુમ', 'રંગ દે બસંતી', 'તારે જમીન પર', 'બ્લેક', 'દિલ્હી 6', 'લંડન ડ્રીમ્સ' સહિત ઘણી ફિલ્મો માટે ગીતો લખ્યા. આ ગીતો આજે પણ લોકોના મોઢે છે.

આ પણ વાંચો: Birthday Special: અનિલ કપૂર સહિત આ બોલિવૂડ સ્ટાર્સ સાથે રોમાન્સ કરી ચૂકી છે 'બાહુબલી'ની માતા

હિટ ગીતનું લિસ્ટ

પ્રસૂન જોશીના હીટ ગીતો વિશે વાત કરવામાં આવે તો 'ભાગ મિલ્ખા ભાગ'નું ટાઇટલ ગીંત...જિંદા હૈ તો...પ્યાલા પૂરા ભર લે...'રંગ દે બંસતી'નું ખૂબ જ ઇમોશનલ ગીત લુકા છૂપી બહુત હુઈ....સામેને આ જા ના...'તારે જમીં પર'નું ગીત મે તુઝે બતલાતા નહીં...પર અંધેરે સે ડરતા હૂં મેં મા...'દિલ્હી 6'નું એઈ મસકઅલી...મસકઅલી...ઉડ અસકઅલી વગેરે સામેલ છે. પ્રસૂન જોશી હિન્દી ફિલ્મના પ્રસિદ્ધ ગીતકાર અને લેખક પણ છે.
Published by:Vinod Zankhaliya
First published: