Home /News /entertainment /રસપ્રદ : પ્રાણ-રાજ કપૂર વચ્ચે આ કારણે પડી ગઈ હતી તીરાડ, ફરી ક્યારેય ન કરી આરકે ફિલ્મ

રસપ્રદ : પ્રાણ-રાજ કપૂર વચ્ચે આ કારણે પડી ગઈ હતી તીરાડ, ફરી ક્યારેય ન કરી આરકે ફિલ્મ

પ્રાણ

પહેલા તો રાજ કપૂર (Raj kapoor) અને પ્રાણ (Pran) ની મિત્રતા ઘણી સારી હતી, પરંતુ પછી એક દિવસ એક ચેકના કારણે તેમની મિત્રતામાં તિરાડ પડી ગઈ. ફિલ્મ હતી 'બોબી'.

    Pran Birth Anniversary : બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે, જેઓ પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતા છે. પોતાની જોરદાર એક્ટિંગના કારણે બોલિવૂડ સ્ટાર પ્રાણ એ કલાકારોની યાદીમાં સામેલ છે, જેને લોકો વર્ષો પછી પણ તેમની એક્ટિંગના કારણે જાણે છે. પ્રાણ (Pran) નો જન્મ 12 ફેબ્રુઆરી 1920ના રોજ બલ્લીમારન, દિલ્હીમાં થયો હતો. આજે તે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના ઘણા કિસ્સા છે, જે લોકો આજે પણ યાદ કરે છે. પ્રાણની 101મી બર્થ એનિવર્સરી પર, અમે તમને જણાવીએ કે કેવી રીતે પ્રાણ અને રાજ કપૂર (pran and raj kapoor) મિત્રતા તૂટી ગઈ અને ફરી ક્યારેય આરકે ફિલ્મનો ભાગ નહીં બનવાનો નિર્ણય કર્યો.

    પદ્મ ભૂષણ-દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત છે પ્રાણ

    પ્રાણ બોલિવૂડનું ગૌરવ હતું, જે ફિલ્મમાં તે જોવા મળ્યા હતા, તેમણે પોતાના અભિનયથી ધૂમ મચાવી હતી. 'આઝાદ', 'મધુમતી', 'દેવદાસ', 'દિલ દિયા દર્દ લિયા', 'રામ ઔર શ્યામ', 'આદમી', 'મુનીમજી', 'અમરદીપ', 'જોની મેરા નામ', 'વારદાત', 'દેશ પરદેશ' '', 'ડોન', 'જંજીર', 'કર્જ' જેવી ઘણી ફિલ્મો તેમની હિટ ફિલ્મોની યાદીમાં સામેલ છે. પ્રાણને હિન્દી સિનેમામાં તેમના યોગદાન માટે 2001 માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને 2013માં તેમને ફિલ્મના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.

    પ્રાણે 'બોબી' પછી આરકે ફિલ્મ ક્યારેય નથી કરી

    કહેવાય છે કે, પહેલા તો રાજ કપૂર (Raj kapoor) અને પ્રાણ (Pran) ની મિત્રતા ઘણી સારી હતી, પરંતુ પછી એક દિવસ એક ચેકના કારણે તેમની મિત્રતામાં તિરાડ પડી ગઈ. ફિલ્મ હતી 'બોબી'. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ બનાવવા માટે રાજ કપૂરે પોતાની પત્નીના ઘરેણાં અને પોતાની પ્રોપર્ટી પણ ગીરવે મૂકી દીધી હતી. રાજ કપૂરે ઋષિ કપૂરના પિતાના રોલ માટે પ્રાણ સાથે વાત કરી હતી.

    આ પણ વાંચોતમારા મનપસંદ બોલિવૂડ કલાકારો બાળપણમાં આવા દેખાતા હતા, શું તમે તેમના નામ કહી શકશો?

    ચેક બન્યો બંને વચ્ચે તિરાડનું કારણ

    રાજ કપૂરે કહ્યું હતું કે, તમારી જેટલી ફી છે તેટલી હું આપી શકીશ નહીં, પરંતુ તમે જે કહેશો તે આપવા હું તૈયાર છું. પ્રાણે માત્ર 1 રૂપિયો લીધો અને કહ્યું, 'જ્યારે ફિલ્મ હિટ થઈ જાય તો પૈસા આપજો, નહીં તો ભૂલી જજો'. આ ફિલ્મ સુપરહિટ બની હતી. રાજ કપૂરે સહી કરી અને ફી તરીકે 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો, પરંતુ પ્રાણને ચેક જોઈને ગુસ્સો આવ્યો. પ્રાણને લાગ્યું કે તેણે ખરાબ સમયમાં રાજ કપૂરને સાથ આપ્યો હતો પરંતુ જ્યારે બધું સારું હતું ત્યારે પણ રાજ કપૂરે તેની જેટલી ફી છે તે ચૂકવી ન હતી. આ પછી પ્રાણે ફરી ક્યારેય આરકે ફિલ્મ્સ (રાજ કપૂર)માં કામ કર્યું નહીં.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Raj Kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन