પ્રકાશ રાજને નડ્યો અકસ્માત, સર્જરી માટે હૈદરાબાદ પહોંચ્યા, બોલ્યા - 'દુઆઓ મે યાદ રખના...'

પ્રકાશ રાજને અકસ્માત નડ્યો (ફાઈલ ફોટો)

પ્રકાશ રાજ મંગળવારે એટલે કે 10 ઓગસ્ટના રોજ અકસ્માત (Prakash Raj Accident)નો શિકાર બન્યા છે. તેઓ સર્જરી માટે હૈદરાબાદ રવાના થયા છે.

 • Share this:
  બોલીવુડ (Bollywood) અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા પ્રકાશ રાજ (actor prakash raj)ના ચાહકોએ જ્યારે પ્રકાશ રાજ (Prakash Raj)નું એક ટ્વીટ જોયું ત્યારે ચિંતામાં પડી ગયા હતા, જેમાં તેમણે તેમના ચાહકોને દુ:ખ સાથે જણાવ્યું હતું કે, તે ઈજાગ્રસ્ત થયા છે, અને સર્જરી માટે હૈદરાબાદ જઈ રહ્યા છે.

  પ્રકાશ રાજ મંગળવારે એટલે કે 10 ઓગસ્ટના રોજ અકસ્માત (Prakash Raj Accident)નો શિકાર બન્યા હતા. આ સમાચાર સામે આવ્યા બાદ પ્રકાશ રાજના ચાહકો તેમની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. પોતાના ટ્વિટમાં તેમણે ઈજા કેવી રીતે અને ક્યાં થઈ તે અંગે માહિતી આપી નથી.

  પ્રકાશ રાજ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. પ્રકાશ રાજના ચાહકોની યાદી લાંબી છે. અભિનેતાએ તાજેતરમાં એક ટ્વીટ કર્યું હતું, જેને જોયા બાદ ચાહકો તેની તબિયત અંગે ચિંતિત બન્યા છે અને તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તેમણે ટ્વિટ કરીને કહ્યું, 'હું થોડો પડી ગયો છુ ... એક નાનું ફ્રેક્ચર છે. મારા મિત્ર ડો.ગુરુવરેડીના સલામત હાથમાં શસ્ત્રક્રિયા માટે હૈદરાબાદ જવું છું. હું ઠીક થઈશ, ચિંતા કરવાની કોઈ વાત નથી. મુજે અપની દુઆઓ મે યાદ રખના.'

  પ્રકાશ રાજ ટ્વીટ


  પ્રકાશ રાજના આ ટ્વિટ બાદ ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. તેના ચાહકો તેને પૂછવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, તેને ક્યાં ઈજા થઈ અને તેમની તબિયત કેવી છે. તેમના પ્રશંસકો સતત તેમની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

  આ પણ વાંચો - Video: યુવક મૃતદેહ સામે લગાવી રહ્યો હતો ઠુમકા, પાછળ તાલ આપી રહી યુવતીઓ, 'અર્થી ડાન્સ' થયો વાયરલ!

  એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, "તમારી સંભાળ રાખો ... મને આશા છે કે તમે જલ્દીથી સ્વસ્થ થઈ જશો." અન્ય એક યુઝરે લખ્યું છે કે, 'Dr Guruvareddy .., કૃપા કરીને તેમની યોગ્ય સારવાર કરશો'.

  આ પણ વાંચોવિશ્વની સૌથી નાની છોકરી 13 મહિના પછી ICUમાંથી ઘરે આવી, જન્મ સમયે એક સફરજન જેટલું હતું વજન

  તમને જણાવી દઈએ કે, બોલીવુડની ફિલ્મોમાં નેગેટિવ રોલ તરીકે પ્રકાશ રાજને ઘણી ફ્રેમ મળી છે. જો કે, બોલીવુડ ફિલ્મ સિંઘમમાં તેમણે જયકાંત શિક્રેની ભૂમિકા ભજવી હતી. આ રોલમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. પ્રકાશને તેમની ફિલ્મી કારકિર્દીમાં પાંચ વખત નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  Published by:kiran mehta
  First published: