10 વર્ષ બાદ ટીવી પર પરત ફરશે પ્રાચી દેસાઇ, એકતા કપૂરના શોમાં કરશે કામ

News18 Gujarati
Updated: January 17, 2019, 7:34 AM IST
10 વર્ષ બાદ ટીવી પર પરત ફરશે પ્રાચી દેસાઇ, એકતા કપૂરના શોમાં કરશે કામ
'Kavach 2' કલર્સ ટીવીના લોકપ્રિય શો 'Naagin 3'ની જગ્યાએ શરૂ થશે

'Kavach 2' કલર્સ ટીવીના લોકપ્રિય શો 'Naagin 3'ની જગ્યાએ શરૂ થશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ટીવી ક્વિન એકતા કપૂરની લોકપ્રિય સીરિયલ 'કસમ સે'માં મુખ્ય ભૂમિકા ભજવી દર્શકો વચ્ચે પોતાની અલગ ઓળખ ઉભી કરનાર પ્રાચી દેસાઇ ટીવીમાંથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળી હતી. પ્રાચીએ 2008માં ફિલ્મ 'રોક ઓન' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

જે બાદ પ્રાચી 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ' અને 'બોલબચન'માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ્સ પછી પ્રાચીને બોલિવૂડમાં કોઇ ખાસ સફળતા ન મળી. હવે જાણવા મળી રહ્યું છે કે, પ્રાચી લગભગ 10 વર્ષ બાદ ટીવી પર પાછી ફરી રહી છે.

આ પણ વાંચો, સિદ્ધાર્થ મલ્હોત્રાની બર્થ ડે પાર્ટી: સોનાક્ષી-જેક્લિન સહિતના સ્ટાર્સની ધમાલ મસ્તી

ખાસ વાત એ છે કે, પ્રાચી તેની મિત્ર એકતા કપૂરના શો 'કવચ'ની બીજી સિઝન દ્વારા ટીવી પર પાછી ફરી શકે છે. 'Kavach 2' કલર્સ ટીવીના લોકપ્રિય શો 'Naagin 3'ની જગ્યાએ શરૂ થશે. કહેવાય છે કે, પ્રાચીની સાથે આ શોમાં ટીવી સ્ટાર્સ રામ કપૂર અને સાક્ષી તંવર પણ જોવા મળશે. જ્યારે શોમાં પ્રાચી દેસાઇ, રામ કપૂરની બીજી પત્નીની ભૂમિકામાં જોવા મળશે.

તમને જણાવી દઇએ કે, કલર્સ પર પ્રસારિત થયેલ 'કવચ'ની પહેલી સિઝનમાં મોના સિંહ, વિવેક દહિયા અને મહક ચહલે કામ કર્યું હતું. 'નાગિન 2'ની જગ્યા 'કવચ'એ લીધી હતી. જેને ઘણી લોકપ્રિયતા મળી હતી.
First published: January 16, 2019, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading