‘કબીર સિંહ’ના નિર્દેશકની ફિલ્મમાં ‘બાહુબલી’ની એન્ટ્રી; પ્રભાસે કહ્યું, ‘ડ્રીમ ડિરેક્ટર છે મારા માટે’

‘કબીર સિંહ’ના નિર્દેશકની ફિલ્મમાં ‘બાહુબલી’ની એન્ટ્રી

સુપરસ્ટાર પ્રભાસ (Prabhas)ની 25મી ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું છે. પ્રભાસે કહ્યું કે, આ મારી 25મી ફિલ્મ છે અને તે સેલિબ્રેટ કરવા માટે અન્ય કોઈ બેસ્ટ ઑપ્શન હતો જ નહીં.

 • Share this:
  આજે બોલિવુડમાં એક મોટી જાહેરાત થઈ છે. બાહુબલી (Bahubali) ફિલ્મથી વિશ્વભરમાં જાણીતા થયેલા અભિનેતા પ્રભાસ (Prabhas)ની નવી ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું છે. એ ફિલ્મ પણ અન્ય કોઈ સાથે નહીં, પણ બ્લૉકબસ્ટર ફિલ્મ કબીર સિંહ (Kabir Singh)ના ડિરેક્ટર સંદીપ વાંગા રેડી (Sandeep Wanga Reddy) સાથે.

  આ પ્રભાસની 25મી ફિલ્મ છે. નિર્માતા ટી સિરીઝના ભુષણ કુમાર (Bhushan Kumar) છે. ભુષણ કુમાર સાથે પ્રભાસનું આ ચોથું કૉલાબરેશન છે. આ ફિલ્મનું નામ સ્પિરિટ (Spirit Movie) નક્કી કરાયું છે. અત્યારે તો આ ફિલ્મને લઈને અન્ય કોઈ માહિતી બહાર નથી આવી, પરંતુ સ્પિરિટ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, જૅપનીઝ, ચાઇનીઝ અને કોરિયન ભાષામાં બનશે તેવા સમાચાર છે.

  આ પણ વાંચો: મુનમુન દત્તા સાથે ફલર્ટ કરે છે તેનો પરિણીત મિત્ર, ‘બબીતાજી’ આપે છે આવી પ્રતિક્રિયા

  પ્રભાસે બોલિવુડ હંગામા સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘આ મારી 25મી ફિલ્મ છે અને તે સેલિબ્રેટ કરવા માટે અન્ય કોઈ બેસ્ટ ઑપ્શન હતો જ નહીં મારી પાસે. સ્પિરિટ ફિલ્મની વાર્તા બહુ જ સારી છે અને મારા તથા મારા ફેન્સ માટે તે સ્પેશ્યલ ફિલ્મ બની રહેશે. ભુષણ કુમાર સાથે કામ કરવું હંમેશ સરળ અને કમ્ફર્ટ રહ્યું છે. સંદીપ વાંગા રેડી એ મારા માટે ડ્રિમ ડિરેક્ટર છે. ‘સ્પિરિટ’માં આ ટેલેન્ટના પાવરહાઉસ સાથે કામ કરવાની મજા પડશે. અદભૂત સ્ટોરીલાઈન ધરાવતી આ ફિલ્મ પર ટૂંક સમયમાં કામ શરૂ કરીશું.’

  આ પણ વાંચો: મુમતાઝે ફિલ્મોમાં ક્યારેય Bold કે Kissing સીન નથી કર્યા, કહ્યું- ‘આજે તો હદ પાર થઈ ગઈ છે’

  ભુષણ કુમારે જણાવ્યું હતું કે, પ્રભાસ સાથેની અમારી ‘સાહો’ (Saaho), ‘રાધે શ્યામ’ (Radhe Shyam) અને ‘આદિપુરુષ’ (Adipurush) પછીની આ ચોથી ફિલ્મ છે. સંદીપ વાંગા રેડી સાથે અમારો આ ત્રીજો પ્રોજેક્ટ છે. કબીર સિંહ બાદ અમે સાથે ‘એનિમલ’ (Animal) ફિલ્મ લાવી રહ્યા છીએ. આ અમારા મહત્વના પ્રોજેક્ટની સાથે પ્રભાસની સિલ્વર જ્યુબિલી એટલે કે 25મી ફિલ્મ છે એ રીતે પણ ખાસ છે. સંદીપ વાંગા રેડીએ જણાવ્યું હતું, પ્રભાસ ગારુ (ભાઈ) સાથે કામ કરવા માટે હું અત્યંત એક્સાઈટેડ છું.

  પ્રભાસની કઈ-કઈ ફિલ્મ આવવાની છે?
  ‘બાહુબલી’ની સફળતા પછી પ્રભાસ (Prabhas upcoming movies) પાસે ફિલ્મોની લાઈન લાગી છે. તે રાધા ક્રિશ્ન કુમારની પિરિયડ રૉમેન્સ ડ્રામા ‘રાધે શ્યામ’માં પૂજા હેગડે (Pooja Hegde) સાથે જોવા મળવાનો છે. તે ફિલ્મ 2022ની મકરસંક્રાતિએ રિલીઝ થવાનું નક્કી છે. પ્રભાસ અત્યારે પ્રશાંત નીલની ‘સલાર’ નામની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે જેમાં તેની સાથે શ્રુતિ હસન જોવા મળશે. ઓમ રાઉતની ‘આદિપુરુષ’ ફિલ્મમાં પ્રભાસ જોવા મળશે જે ફિલ્મ રામાયણ પર આધારિત છે. આ ઉપરાંત નાગ અશ્વિનની એક ફિલ્મ પ્રભાસે સાઈન કરી હોવાનું કહેવાય છે જેમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને અભિષેક બચ્ચન જોવા મળશે.
  Published by:Nirali Dave
  First published: