એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુપરસ્ટાર પ્રભાસની દમદાર એક્શન પેક ફિલ્મ 'સાહો' ફાઇનલી રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મને ભળતા રિવ્યું મળી રહ્યાં છે. કોઇને પસંદ આવી રહી છે તો કોઇને તે જરાં પણ પસંદ નથી આવી રહી. જે પણ હોય ફિલ્મને લઇને ક્રેઝ ખુબજ છે. હાલમાં 'સાહો'ની એક ટિકિટનો ભાવ 2000 રૂપિયા થઇ ગયો છે. ઘણી જગ્યાએ તો ટિકિટ મળતી જ નથી. તો આ બધાની વચ્ચે ખબર 'સાહો'નાં મેકર્સ માટે ખરાબ સમાચાર છે. કારણ કે આ ફિલ્મ થોડા કલાકો પહેલાં જ ઓનલાઇન લિક થઇ ગઇ છે.
'સાહો' ઇન્ટરનેટ પર લીક કરનારી વેબસાઇટનું નામ તમિલ રોકર્સ છે. આ એક પાયરસી વેબસાઇટ છે. જે પહેલાં પણ ઘણી મોટી મોટી ફિલ્મો લીક કરી ચૂકી છે. કહેવાય છે કે, તમિલ રોકર્સે 'સાહો'ની એચડી પ્રિન્ટ લીક કરી છે. તેથી તે ફટાફટ ડાઉનલોડ પણ થઇ રહી છે. એવામાં અંદાજો લગાવવામાં આવે છે કે, વેબસાઇટ પર આ રીતે ફિલ્મ લિક થઇ જવાથી 'સાહો'નાં મેકર્સને ભારે નુક્સાન થઇ શકે છે.
વાતો છે કે, આમ તો તમિલ રોકર્સ પર પ્રતિબંધ લાગી ગયો છે. પણ આ વેબસાઇટે એક અન્ય લિંકની માધ્યમથી 'સાહો' લીક કરી દીધી છે. 350 કરોડ રૂપિયાનાં બેજટમાં આ ફિલ્મ બની છે. આખી ટીમે આ ફિલ્મ પાછળ 2 વર્ષ મહેનત કરી છે. આ ફિલ્મને લીક કરવાને કારણે તમિલ રોકર્સ જેવી વેબસાઇટને જરાં પણ મહેનત લાગતી નથી. એવામાં સાઇબર ક્રાઇમ કરીને કેટલાંક લોકો લાખો રૂપિયા કમાઇ પણ લે છે. આવી વેબસાઇટ્સમાં વધારો થઇ રહ્યો છે. ઘણી ફિલ્મો આ રીતે ઓનલાઇન ડાઉનલોડ થઇ રહી છે.
ફિલ્મ 'સાહો'ની વાત કરીએ તો આ ફિલ્મથી પ્રભાસની સાથે સાથે શ્રદ્ધા કપૂર, જેકી શ્રોફ, ચંકી પાંડે અને મહેશ માંજરેકર જેવાં કલાકાર જોડાયેલાં છે. આ ફિલ્મથી શ્રદ્ધાએ ટોલીવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મનાં એક્શન સિન્સ હોલિવૂડ લેવલનાં છે જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. 'સાહો'નાં ઘણાં એક્શન સિન્સ પ્રભાસે પોતે અદા કર્યાં છે. જે ઘણાં જ રિસ્કી હતાં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર