ફિલ્મ સ્ટાર પ્રભાસ અને કૃતિ સેનન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના સતત રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે. જો કે, અત્યાર સુધી આ બંને સ્ટાર્સે પોતે જ તેમના અફેરના સમાચારની પુષ્ટિ કરી નથી. આ બંને સ્ટાર્સે ન તો આ રિપોર્ટ્સને નકારી કાઢ્યા કે ન તો આ રિપોર્ટ્સની પુષ્ટિ કરી.
Prabhas proposed Kriti Sanon on Adipurush set: સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને એક્ટ્રેસ કૃતિ સેનનના અફેરના સમાચાર આ દિવસોમાં જોરશોરમાં છે. ફિલ્મ સ્ટાર પ્રભાસ અને કૃતિ સેનન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના સતત રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે. જો કે, અત્યાર સુધી આ બંને સ્ટાર્સે પોતે જ તેમના અફેરના સમાચારની પુષ્ટિ કરી નથી. આ બંને સ્ટાર્સે ન તો આ રિપોર્ટ્સને નકારી કાઢ્યા કે ન તો આ રિપોર્ટ્સની પુષ્ટિ કરી.
આવી સ્થિતિમાં તેમના અફેરના સમાચારને લઈને ફિલ્મી સર્કલમાં સતત ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન વરુણ ધવને બંને સ્ટાર્સના અફેરના સમાચારનો સંકેત આપીને મનોરંજન જગતમાં વધુ ખળભળાટ મચાવી દીધો હતો. આ દરમિયાન આ બંને વિશે વધુ એક રસપ્રદ માહિતી સામે આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બંને સ્ટાર્સ ટૂંક સમયમાં સગાઈ કરવાના છે.
પ્રભાસે કૃતિ સેનનને રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યું
બહાર આવી રહેલી લેટેસ્ટ માહિતી મુજબ, ફિલ્મ સ્ટાર પ્રભાસ પહેલા જ એક્ટ્રેસ કૃતિ સેનનને પ્રપોઝ કરી ચુક્યો છે.મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ફિલ્મ સ્ટાર પ્રભાસે તેની ફિલ્મ આદિપુરુષના સેટ પર એક્ટ્રેસ કૃતિ સેનનને પ્રપોઝ કર્યું છે.
એટલું જ નહીં, પ્રાપ્ત માહિતી અનુસાર, બંને ફિલ્મ સ્ટાર્સ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ટૂંક સમયમાં બંને સગાઈ પણ કરી શકે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અંદરની માહિતી આપનાર ઉમૈર સંધુએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
પ્રભાસ-કૃતિ સેનનના ફોટા અને વીડિયો થઈ રહ્યા છે વાયરલ
જ્યારથી આ સમાચાર આવ્યા છે. ત્યારથી ફિલ્મ સ્ટાર પ્રભાસ અને કૃતિ સેનનના અફેરના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ પણ કોલાજ બનાવીને આ બંને સ્ટાર્સના ક્યૂટ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. તેના ફોટા અને વીડિયોએ ઈન્ટરનેટ વર્લ્ડમાં ખળભળાટ મચાવી દીધો છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર