Home /News /entertainment /Corona Effect: 'RRR' બાદ પ્રભાસની Radhe Shyam ની રિલીઝ ડેટ પોસ્ટપોન
Corona Effect: 'RRR' બાદ પ્રભાસની Radhe Shyam ની રિલીઝ ડેટ પોસ્ટપોન
ફિલ્મ 'રાધે શ્યામ' મોકૂફ
કોરોનાના વધતા જતા કેસ અને સરકારની કડકાઈને જોતા ફિલ્મ 'RRR' બાદ હવે પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડે (Pooja Hegde) સ્ટારર ફિલ્મ 'રાધે શ્યામ' ની રિલીઝ ડેટ (Radhe Shyam release date postponed) પણ મોકૂફ કરી દેવામાં આવી છે.
કોરોના હવે નવા વેરિયન્ટ, કોરોના વિથ ઓમિક્રોન વેરિએન્ટ (Corona With Omicron Varient) દેશભરમાં કહેર મચાવી રહ્યો છે. સતત કેસ વધતા તેની અસર સિનેમા જગત પર જોવા મળી રહી છે. હાલમાં જ બોલિવુડની ઘણી હસ્તીઓ કોવિડ પોઝિટિવ થઈ છે. આવી સ્થિતિમાં કોરોનાના વધતા જતા કેસ અને સરકારની કડકાઈને જોતા ફિલ્મ 'RRR' બાદ હવે પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડે (Pooja Hegde) સ્ટારર ફિલ્મ 'રાધે શ્યામ' ની રિલીઝ ડેટ (Radhe Shyam release date postponed) પણ મોકૂફ કરી દેવામાં આવી છે. આ પહેલા 14 જાન્યુઆરીએ સંક્રાંતિના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી.
કોરોનાના વધતા જતા કેસને જોતા રાધે શ્યામની ટીમ દ્વારા તેની રિલીઝ ડેટ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુવી ક્રિએશન્સ દ્વારા ટ્વિટર પર ફિલ્મની એક પોસ્ટ શેર કરવામાં આવી છે અને તેના પર લખવામાં આવ્યું છે કે, 'અમે છેલ્લા કેટલાક દિવસોથી સારી રીતે પ્રયાસ કર્યો છે, પરંતુ હવે ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસને કારણે અમને લાગે છે કે, થોડી વધુ રાહ જોવી જરૂરી. 'રાધે શ્યામ' (Radhe Shyam Release Date) એ પ્રેમ અને નસીબની વાર્તા છે અને અમને ખાતરી છે કે, તમારો પ્રેમ આ મુશ્કેલ સમયમાં અમને મદદ કરશે. અમે ટૂંક સમયમાં થિયેટરોમાં મળીશું.' પોસ્ટર શેર કરવાની સાથે, કેપ્શનમાં ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
We have to postpone the release of our film #RadheShyam due to the ongoing covid situation. Our sincere thanks to all the fans for your unconditional love and support.
સાથે લખવામાં આવ્યું હતું કે, 'દેશમાં કોવિડની સ્થિતિને જોતા અમારે રાધે શ્યાનની રિલીઝ ડેટ સ્થગિત કરવી પડશે. તમારા બિનશરતી પ્રેમ અને સમર્થન માટે તમામ ચાહકોનો હૃદયપૂર્વક આભાર. અમે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં મળીશું.
તમને જણાવી દઈએ કે, પ્રભાસને ફરી એકવાર મોટા પડદા પર જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મની રિલીઝ ડેટ નજીક હોવાથી સ્ટારકાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત હતી. પરંતુ હવે તેની તારીખ આગળ વધારી દેવામાં આવી છે. જેના કારણે ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. 'રાધે શ્યામ' પહેલા એસએસ રાજામૌલી (SS Rajamouli) ની બિગ બજેટ ફિલ્મ 'RRR'ની રિલીઝ ડેટ લંબાવવામાં આવી હતી. નિર્માતાઓએ ટ્વિટર પર માહિતી આપી હતી કે, 'કોરોનાની સ્થિતિને કારણે, અમે ફિલ્મની રિલીઝને આગળ ધપાવવા માટે મજબૂર છીએ.'
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર