પ્રભાસની નવી ફિલ્મ 'રાધેશ્યામ'નું પોસ્ટર રિલીઝ, પૂજા હેંગડે સાથે કરશે રોમેન્સ

આ ફિલ્મ રાધે ક્રિષ્ના કુમાર નામનાં ડિરેક્ટરનાં નિર્દેશનમાં બનવાં જઇ રહી છે. જેની રિલીઝ ડેટ હજુ નક્કી કરવામાં આવી નથી.

આ ફિલ્મ રાધે ક્રિષ્ના કુમાર નામનાં ડિરેક્ટરનાં નિર્દેશનમાં બનવાં જઇ રહી છે. જેની રિલીઝ ડેટ હજુ નક્કી કરવામાં આવી નથી.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક : સાઉથ સુપર સ્ટાર પ્રભાસની અપકમિંગ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મનું નામ 'રાધેશ્યામ' છે. આ ફિલ્મ તમિલ તેલુંગુ અને મલાયલમ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મમાં પ્રભાસની સાથે પૂજા હેંગડે લિડ રોલમાં નજર આવશે.

  ફિલ્મ રાધે ક્રિષ્ના કુમાર નામનાં ડિરેક્ટરનાં નિર્દેશનમાં બનવાં જઇ રહી છે. જેની રિલીઝ ડેટ હજુ નક્કી કરવામાં આવી નથી. પણ આ ફિલ્મ 2021માં રિલીઝ થશે તેમ પોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે.  ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે તેમનાં ટ્વિટર પેજ પર આ વિશે ટ્વિટ કરીને માહિતી આપી છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતાં તરણ આદર્શ લખે છે કે, #Prabhas... #RadheShyam posters in #Telugu, #Tamil and #Malayalam... Costars #PoojaHegde... Directed by Radha Krishna Kumar... 2021 release... #Prabhas20 #Prabhas20FirstLook #RadheShyamFirstLook

  આ પણ વાંચો- Sushant Singh Case: સુબ્રમણ્યમ સ્વામીએ CBI તપાસ માટે નિયુક્ત કર્યા વકીલ

  આ પણ વાંચો-એક વિચિત્ર પ્રકારની ગભરામણ થઇ રહી છે છેલ્લા થોડા દિવસોથી : જેક્લિન ફર્નાન્ડિઝ

  આપને જણાવ દઇએ કે, આજે પ્રભાસ સ્ટાર બાહુબલીની રિલીઝને પાંચ વર્ષ થઇ ગયા છે. બાહુબીલ- ધ બિગેઇનિંગ 10 જૂલાઇ 2015નાં રોજ રિલીઝ થઇ હતી. અને આ ફિલ્મે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો જ ઇતિહાસ સર્જી દીધો હતો. આ ફિલ્મ પ્રભાસનાં જીવનની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ થઇ ગઇ છે.
  Published by:Margi Pandya
  First published: