Home /News /entertainment /બાહુબલીની દુલ્હનિયા બનવા જઈ રહી છે બોલિવૂડની આ સુંદરી, અહીં કરશે સગાઈ?
બાહુબલીની દુલ્હનિયા બનવા જઈ રહી છે બોલિવૂડની આ સુંદરી, અહીં કરશે સગાઈ?
prabhas and kirti sanon
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, પ્રભાસ અને કૃતિ સેનન વચ્ચે ફિલ્મ આદિપુરુષના શૂટીંગ દરમિયાન ગાઢ સંબંધ થયો. પણ આ પહેલી વાર નથી કે, જ્યારે પ્રભાસનું નામ આવી રીતે કોઈ અભિનેત્રી સાથે જોડાયું હોય, આ અગાઉ પણ એક્ટર રિલેશનશિપ અને લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં રહ્યો છે.
નવી દિલ્હી: સાઉથના ફેમ્સ એક્ટર અને બાહુબલી સ્ટાર પ્રભાસ અને બોલિવૂડની બ્યૂટીફુલ એક્ટ્રેસ કૃતિ સેનનના રિલેશનશિપના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં આવનારી ફિલ્મ આદિપુરુષમાં દેખાશે. પણ હવે બંનેની સગાઈના સમાચાર ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, પ્રભાસ અને કૃતિ સેનન વચ્ચે ફિલ્મ આદિપુરુષના શૂટીંગ દરમિયાન ગાઢ સંબંધ થયો. પણ આ પહેલી વાર નથી કે, જ્યારે પ્રભાસનું નામ આવી રીતે કોઈ અભિનેત્રી સાથે જોડાયું હોય, આ અગાઉ પણ એક્ટર રિલેશનશિપ અને લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં રહ્યો છે. હવે એવા ન્યૂઝ મળી રહ્યા છે કે, આ બંને ટૂંક સમયમાં સગાઈ કરવાના છે. કહેવાય છે કે, બંને ટૂંક સમયમાં પોતાના રિલેશનને નવી ઊંચાઈ પર લઈ જવા માગે છે. આ સમાચારની શરુઆત એક ટ્વિટથી થઈ હતી. જેમાં બંને સ્ટારે સગાઈનો દાવો કર્યો છે. જેમાં કૃતિ પ્રભાસની આગામી અઠવાડીયે સગાઈની વાત સામે આવી છે. સગાઈ માલદીવમાં થશે. જો કે, પ્રભાસની ટીમ તરફથી આ વાતનું કોઈ ખંડન કર્યું નથી.
વરુણ ધવને કર્યો હતો ઈશારો
પોતાની ફિલ્મના પ્રમોશનમાં વરુણે ઝલકના સેટ પર બોલિવૂડની સિંગલ મહિલાઓ વિશે વાત કરી હતી. તેણે કેટલીય અભિનેત્રીઓ વિશે વાત કરી હતી પણ તેમા કૃતિનો ઉલ્લેખ કર્યો નહોતો. ત્યાર બાદ કરણ જૌહરે કૃતિનું નામ આ લિસ્ટમાંથી હટાવવા પાછળનું કારણ પુછ્યું તો તેણે કહ્યું કે, કૃતિ મારી લિસ્ટમાં એટલા માટે ગાયબ છે, કારણ કે તેનું નામ અન્ય કોઈના દિલમાં છે. એક એવો વ્યક્તિ જે મુંબઈમાં નથી, તે હાલમાં શૂટીંગમાં છે. દીપિકા પાદુકોણ સાથે. ત્યાર બાદ વરુણની આ વાત પરથી સૌએ અંદાજ લગાવ્યો કે, તે પ્રભાસી વાત કરી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર